બિગ બોસ લાઇવ: શરુ થયો પ્રિયંકાનો ગેમ પ્લાન..નિશાના પર મોના

Subscribe to Oneindia News

બિગ બોસ સિઝન 10 માં વાઇલ્ડ કાર્ડની એંટ્રી થઇ ચૂકી છે. ચાર વાઇલ્ડ કાર્ડમાંથી એક છે પ્રિયંકા જગ્ગા જેને ઘરવાળા બિલકુલ પસંદ કરતા નથી. એમાં કોઇ શક નથી કે પ્રિયંકા આ વખતે ઘરમાં પૂરા પ્લાન સાથે અંદર આવી છે.

ત્રિપુટીને તોડવાની યોજના

ત્રિપુટીને તોડવાની યોજના

પ્રિયંકાએ ઘરમાં આવતા જ મનુ-મનવીર અને મોનાની ત્રિપુટીને તોડવાની યોજના બનાવી છે. લાઇવ અપડેટ પ્રમાણે પ્રિયંકા મનવીરને કહે છે કે પ્રિયંકા અને મોના એક જગ્યાએ ના રહી શકે. આ ત્રિપુટી તોડવી પડશે. કાં તો મોના, મનુ અને મનવીર રહેશે કાં તો પ્રિયંકા, મનુ અને મનવીર રહેશે.

નોમિનેશનની પ્રક્રિયા

નોમિનેશનની પ્રક્રિયા

આજે બિગ બોસના ઘરમાં નોમિનેશનની પ્રક્રિયા થશે. બિગ બોસના ગાર્ડન એરિયામાં કેટલાક પ્લાસ્ટિકના ડોમ્બ બનાવવામાં આવશે જેમાં વાઇલ્ડ કાર્ડ પ્રતિયોગીઓ સાથે ઘરવાળાને રહેવાનું છે. જે આ ડોમ્બમાંથી જલ્દી નીકળી જશે તે આ અઠવાડિયે ઘરમાંથી બેઘર થવા માટે નોમિનેટ થઇ જશે.

સેલીબ્રીટીની મજાક ઉડાવે છે મોના

સેલીબ્રીટીની મજાક ઉડાવે છે મોના

આ તરફ ઘરની અંદર સ્વામીજીનું જબરદસ્ત મેકઓવર થવાનું છે. ડોમ્બની અંદર બાની અને પ્રિયંકા એક સાથે જશે જ્યાં બાની પ્રિયંકાને કહે છે કે મોના નથી ઇચ્છતી કે પ્રિયંકા સેફ રહે. પ્રિયંકા પહેલેથી જ મોના અને મનુની દોસ્તીને નાપસંદ કરે છે. તે કહે છે કે મોના હંમેશા બધી સેલીબ્રીટીની મજાક ઉડાવે છે અને મારો અને તેનો કોઇ મુકાબલો નથી.

મનુ પર આરોપ

મનુ પર આરોપ

વળી પ્રિયંકા મનુ પર આરોપ લગાવતા કહે છે કે મનુએ તેની દોસ્તી પર ભરોસો ન કર્યો. તેણે મારો વિશ્વાસ તોડ્યો છે. ત્યારબાદ મનુ તેને ફાલતુ વાત કરવાની ના પાડે છે અને પૂછે છે કે તે એના પર કેમ વિશ્વાસ કરે. ત્યારબાદ પ્રિયંકા કહે છે કે તુ તારી ગેમ રમ અને હું મારી ગેમ રમુ છુ.

English summary
bigg boss 10 live Priyanka Jagga Muise back in action on Bigg Boss 10!
Please Wait while comments are loading...