• search

બિગ બૉસ 7નો બીજો દિવસ : જહન્નુમમાં પાણી-ગૅસ માટે મુશ્કેલીઓ!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 18 સપ્ટેમ્બર : બિગ બૉસમાં જ્યાં સુધી પાર્ટીસિપેંટ્સ વચ્ચે કોઈ ઝડપ ન થાય, ત્યાં સુધી નથી સભ્યોને મજા આવતી કે નથી દર્શકોને. બિગ બૉસ 7 શરૂ થયે હજી બે દિવસ જ થયા છે કે ઘરના સભ્યો વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયાં છે. કેટલાંક તો પોતાના આઘાતમાં પરેશાન છે, તો કેટલાક એક-બીજા અંગે. બિગ બૉસના ઘરે આ વખતે એક બાજુ જહન્નુમમાં પાર્ટીસિપેંટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બેસિક સગવડો પણ માંડ પૂરી થઈ રહી છે, તો બીજી બાજુ જન્નતમાં પાર્ટીસિપેંટ્સ ખૂબ આરામથી પોતાના દિવસો ગાળી રહ્યાં છે.

  બિગ બૉસના બીજા દિવસે જહન્નુમવાળાઓને બિગ બૉસે ટાસ્ક આપ્યું કે તેઓ પોતાના એરિયામાં મૂકવામાં આવેલા બે ચક્કા ફેરવશે અને જ્યારે તે ચક્કા ફરશે, ત્યારે જ જન્નતમાં લોકોને પાણી-ગૅસ જેવી જરૂરિયાતોનો પુરવઠો કરવામાં આવશે. શરૂ-શરૂમાં જહન્નુમવાળાઓએ જન્નતવાળાઓની મદદ માટે ખુશી-ખુશી આ ટાસ્ક સ્વીકારી લીધો અને મહેનત સાથે પૂર્ણ પણ કર્યો, પરંતુ પછીથી જ્યારે જન્નતવાળાઓએ તેમની મહેનત તથા તેમના કામ અંગે કોઈ પણ પ્રકારનો આભાર વ્યક્ત ન કર્યો અને બહુ ડલ બની રહ્યાં, તો જહન્નુમવાળાઓને પણ માઠુ લાગ્યું અને તેઓ આ મહેનત બદલ તેમને સારી રીતે જમવાનું નહીં મળવાની, ઉંઘ પૂર્ણ ન થવાની અને થાકની ફરિયાદ બિગ બૉસને કરવા લાગ્યાં.

  બીજી બાજુ પ્રત્યુષા બૅનર્જી કે જેઓ જહન્નુમમાં છે અને એન્ડી કે જેઓ જન્નતમાં છે. બન્ને વચ્ચે થોડીક તૂતૂ-મૈંમૈં થઈ. ભગવાનમાં આસ્થા ધરાવતા પ્રત્યુષાના ભગવાન અંગે એન્ડી કંઈક બોલ્યાં કે જે પ્રત્યુષાને ખરાબ લાગ્યું અને તેઓ ખોટુ માની ગયાં. પછી એન્ડીએ પ્રત્યુષાની માફી માંગી અને સૉરી કહ્યું. પ્રત્યુષાએ પણ પોતાની સારાઈ વ્યક્ત કરી એન્ડીને કહ્યું - કોઈ વાત નહીં.

  અનાજ-પાણી અંગે શિલ્પા હેરાન

  અનાજ-પાણી અંગે શિલ્પા હેરાન

  શિલ્પાને સેકેંડ એપિસોડમાં જહન્નુમમાં બેઠેલા પોતાના પતિ અપૂર્વા સાથે અને પ્રત્યુષા સાથે ઘરના અનાજ-પાણી અંગે પોતાની મુશ્કેલી અને ચિંતા શૅર કરતા જોવામાં આવ્યાં. શિલ્પાએ જણાવ્યું કે અનાજ બહુ જલ્દીથી ખતમ થઈ રહ્યું છે અને જો એવું જ ચાલતુ રહ્યું, તો સપ્તાહના અંતે કંઈ નહીં બચે.

  અરમાન સૌથી વધુ મુશ્કેલીમાં

  અરમાન સૌથી વધુ મુશ્કેલીમાં

  અરમાનને સૌથી વધુ ગુસ્સો આવ્યો કે જન્નતવાળા તેમને બરાબર જમવાનું નથી આપતાં. અરમાને જણાવ્યું કે તેમને ખાવાનું ઓછુ મળી રહ્યું છે અને બીજી બાજુ તેમની પાસે કામ વધારે લેવાય છે કે જે ખોટુ છે.

  અરમાન બહુ નારાજ

  અરમાન બહુ નારાજ

  અરમાને કહ્યું કે આ ખોટું છે કે એક બાજુ અમે લોકો આટલી મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે અને અમારે ઘણું સહન કરવું પડે છે અને બીજી બાજુ જન્નતવાળા બહુ આરામથી છે અને તેમને કોઈ કામ પણ નથી મળતું.

  પ્રત્યુષાને ઈજા

  પ્રત્યુષાને ઈજા

  એપિસોડ દરમિયાન પ્રત્યુષા જ્યારે જહન્નુમમાં મૂકેલ ચક્કો ફેરવી રહ્યા હતાં, ત્યારે તેમનો હાથ ચક્કામાં ફસાઈ ગયો અને બહુ જોરથી દુઃખાવો થયો. પ્રત્યુષા જોશથી રડવા લાગ્યાં અને પછી સૌ ઘરવાળા બહાર આવી ગયાં.

  કિચનમાં શિલ્પા ત્રાસ્યા

  કિચનમાં શિલ્પા ત્રાસ્યા

  શિલ્પાએ અપૂર્વાને જણાવ્યું કે તેઓ આખો દિવસ કિચનમાં લાગેલા રહે છે, કારણ કે તેમને જહન્નુમમાં રહેતા લોકો માટે પણ રસોઈ કરવીપડે છે અને ઓછા લોકોના કારણે સૌએ ઘણો વખત કિચનમાં જ પસાર કરવો પડે છે.

  English summary
  Bigg Boss 7- Day 2 was full of anger and pressure between Jahnnum and Jannat. Bigg Boss gives a weekly task to the housemates. The people in Hell have to work hard to get the basic necessities in the house. Not just for them but also for the people in Heaven.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more