
BB Halla Bol : સંભાવનાએ ડિમ્પીને સૅંડલ મારી, જુઓ તસવીરો
મુંબઈ, 5 જાન્યુઆરી : બિગ બૉસ હોય કે બિગ બૉસ હલ્લા બોલ. આ ઘરમાં ડ્રામા કરનારાઓની ખોટ નથી. બિગ બૉસ હાઉસમાં આપને એક્શન, કૉમેડી, રોમાંસ, ડ્રામાની સાથે-સાથે ફાઇટ સીન્સ પણ જોવા મળી શકે છે. એવું મનાય છે કે બિગ બૉસ સ્પર્ધકો પરસ્પર ઝગડો કર્યા વગર રહી જ નથી શકતાં અને વાત જ્યારે સંભાવના સેઠની હોય, તો પછી કહેવાનું જ શું હોય?
બિગ બૉસની દરેક સીઝનમાં આવા ફાઇટ સીન્સ આવતા હોય છે એટલે 8મી સીઝન કેમ બાકાત રહી જાય? આ વખતે પણ શો છેલ્લા તબક્કામાં છે, પણ જતા-જતા સૌની નફરતો હવે સામે આવવા લાગી છે. આવનાર એપિસોડમાં આપને સંભાવના સેઠનો એવો જ નફરત સાથેનો ચહેરો દજોવા મળશે.
બિગ બૉસના ઘરમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર સંભાવનાએ તમામ મર્યાદાઓ ઓળંગી ડિમ્પી મહાજનને સૅંડલ ફેંકીને મારી. પછી શું? જવાબમાં ડિમ્પી રડવા માંડ્યાં, પરંતુ ફાઇટ સીન આટલેથી ખતમ નથી થતું. એક બાજુ સંભાવનાએ ડિમ્પીને સૅંડલ મારી, તો બીજી બાજુ એજાઝ ખાને પણ એક્શન બતાવી, પણ ટાસ્ક દરમિયાન. હકીકતમાં ટાસ્ક કરતી વખતે એજાઝે અલીને માર્યું, જેથી ઘરના લોકો તેમની ઉપસ રોષે ભરાયાં અને સૌની વચ્ચે દલીલબાજી થઈ.
આપને જણાવી દઇએ કે બિગ બૉસ હવે સલમાન ખાન નહીં, પણ ફરાહ ખાન હોસ્ટ કરી રહ્યા છે અને શોનું નામ કરી દેવાયું છે બિગ બૉસ હલ્લા બોલ. એટલે લાગે છે કે સ્પર્ધકો આ નામને કંઈક વધુ પડતા જ ગંભીરતાથી લેવા લાગ્યા છે અને એક-બીજા સામે જ હલ્લા બોલ ઝુંબેશ ઉપાડી દીધી છે.
જુઓ બિગ બૉસ હલ્લા બોલમાં થયેલા હોબાળાની તસવીરો :

બિગ બૉસ હલ્લા બોલ
બિગ બૉસ હલ્લા બોલનો પહેલો દિવસ મોસ્ટ ચૅઓટિક બની ગયો કે જ્યારે સંભાવનાએ પોતાનો ગુસ્સા પરનો કાબૂ ગુમાવ્યો અને ડિમ્પી મહાજન ઉપર સૅંડલ ફેંકી દીધી.

બેડરૂમ
આ બધુ થયું બેડરૂમમાં કે જ્યાં ડિમ્પી, પ્રીતમ, સંભાવના અને ગૌતમ વાતચીત કરતા હતાં. ડિમ્પીએ કંઇક કહ્યું કે જે સંભાવનાને ન ગમ્યું.

દલીલ શરૂ
પછી તો સંભાવના અને ડિમ્પી વચ્ચે દલીલબાજી શરૂ થઈ ગઈ. બંને એક-બીજાને ચુપ રહેવા કહેવા લાગ્યાં.

સંભાવના ગુસ્સે
જ્યારે ડિમ્પીએ દલીલબાજી ચાલુ રાખી, તો સંભાવના એકદમ ગુસ્સે ભરાઈ ગયાં.

ડિમ્પીએ હાથ બતાવ્યો
ડિમ્પીએ પણ સંભાવનાને હાથ બતાવી ચુપ થઈ જવા કહ્યું.

સંભાવનાનો હુમલો
જ્યારે ડિમ્પીએ સંભાવનાની વાતનો છેદ ઉડાડી દીધો, તો સંભાવનાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે પોતાની સૅંડલ ફેંકીને ડિમ્પીને મારી દીધી.

ડિમ્પીનું રુદન
સંભાવનાના આવા વર્તન બાદ ડિમ્પલ બાથરૂમમાં રડતા દેખાયાં. મહક ચહલ તેમને ચુપ કરાવતા દેખાયાં. ડિમ્પી આ વાતથી આઘાત પામ્યા હતાં કે તેમની સામે સૅંડલ ફેંકાયુ.

રાહુલની ઉદાસીનતા
ડિમ્પી રડતા રહ્યાં, પણ તેમના પતિ રાહુલ મહાજને તેમને સમજાવવાનો પહેલા પ્રયત્ન ન કર્યો. અલી અને અન્યોના પ્રયત્નો બાદ રાહુલે ડિમ્પીને સાંત્વના આપવાની કોશિશ કરી.

ડિમ્પીનો રાહુલને સવાલ
રાહુલ ડિમ્પીને સમજાવે છે કે જ્યારે સંભાવનાએ તને સૅંડલ મારી, તો તારે પણ સૅંડલ મારવી જોઈતી હતી. બીજી બાજુ ડિમ્પીએ રાહુલને પ્રશ્ન કર્યો કે તેઓ તેમને બચાવવા કેમ ન આવ્યાં?