
બુદ્ધ પૂર્ણિમાએ લૉન્ચ થશે મેગા સીરિયલ બુદ્ધ
મુંબઈ, 24 મે : બુદ્ધ પૂર્ણિમા એટલે કે આવતીકાલે 25મી મેના રોજ ટેલીવિઝન સીરિયલ બુદ્ધ લૉન્ચ થનાર છે. આ શો અંગે હજી સુધી કંઈ બહાર આવ્યું નથી. ફિલ્મસિટીમાં એક વિશાળ સેટનું નિર્માણ આ સીરિયલ માટે કરવામાં આવી રહ્યું છે. તેની લૉન્ચિંગ માટે એક મોટું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે કે જ્યાં નાટક તથા આમ્રપાલી નૃત્ય પણ રજૂ કરાશે.
ભગવાન ગૌતમ બુદ્ધ અને તેમના જીવન ઉપર પ્રથમ વાર કોઈ સીરિયલ બનાવવામાં આવી રહી છે. ભગવાન ગૌતમ બુદ્ધ એક અવતારી પુરુષ ગણાય છે. તેમના અનેક અનુયાયીઓ છે.
બુદ્ધ સીરિયલની ક્રિએટિવ ટીમ સાથે આશુતોષ ગોવારીકર તથા શેખર કપૂર જેવી બે પ્રતિભાશાળી હસ્તીઓ પણ જોડાયેલી છે. આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે અને તેથી જ આવતીકાલે આ સીરિયલ લૉન્ચ કરવામાં આવશે. બુદ્ધ સીરિયલ મેકર્સ ડૉ. ભૂપેન્દ્રકુમાર મોદી તથા સુભાષ ચંદ્ર માટે આ તેમનું અત્યાર સુધીનું મહત્વનું પ્રોજેક્ટ છે.