બિગ બોસ 10: સેલીબ્રીટી ટીમ રાજા રંક ટાસ્ક જીતીને ઘરની માલિક બની, હાર્યા પછી સ્વામીજીની જીભ લપસી

Subscribe to Oneindia News

દિનપ્રતિદિન બિગ બોસ 10 તમારા માટે વધુને વધુ રસપ્રદ બનતુ જઇ રહ્યુ છે. તો ચાલો ફરી એક વાર અમે તમારા માટે લાવ્યા છે બિગ બોસ 10 ની અપડેટ. બોગ બોસની લેટેસ્ટ અપડેટમાં લક્ઝરી બજેટ જીત્યા બાદ સેલીબ્રીટી બની ગયા છે માલિક અને ઇંડિયાવાલા બની ગયા છે ઘરના સેવક.

બિગ બોસના ઘરમાં કોઇ પણ ટાસ્ક લડાઇ ઝઘડા વગર થઇ જાય તેવુ તો બને જ નહિ. કંઇક આવા જ ઝઘડા દર્શકોને આ ટાસ્ક દરમિયાન જોવા મળ્યા. અમે તમને પહેલા જ કહ્યુ હતુ તે પ્રમાણે આ ટાસ્કમાં ઇંડિયાવાળા રાજા બન્યા હતા અને સેલીબ્રીટી બન્યા હતા રંક. બિગ બોસે સેલીબ્રીટીને ઇંડિયાવાળા સામે એક સિક્રેટ ટાસ્ક આપ્યુ હતુ. જે પૂરુ કર્યા બાદ તેમણે તે ટાસ્કના ફોટા પણ પાડવાના હતા.

આ પહેલા તમે જોયુ હતુ કે મનુ પંજાબી અને લોપા વચ્ચે તીખી ચર્ચા થઇ હતી. આ ચર્ચા દરમિયાન બાકીના ઘરવાળા બચાવ કરવાની કોશિશ કરતા રહ્યા. ત્યારબાદ મોડી રાત્રે કરણે નવીનને મસાજ આપ્યો જે તેમના સિક્રેટ ટાસ્કનો જ એક ભાગ હતો. બીજી તરફ મનવીર, સ્વામી અને નીતિભા એકબીજા સાથે દિવસભરના ટાસ્કની ચર્ચા કર્યા કરે છે. આવો જાણીએ આગળની અપડેટ.

બિગ બોસ 10

બિગ બોસ 10

બિગ બોસના આ આખા ટાસ્કમાં દર્શકોને બહુ બધો તમાશો અને ઝઘડો જોવા મળ્યો. બિગ બોસના ઘરમાં નવા દિવસની શરુઆત થાય છે. નાચગાનથી. સિક્રેટ ટાસ્ક મુજબ બાની નીતિભાને જોકર બનાવવાનું ટાસ્ક પૂરુ કરી લે છે.

પુલમાં સ્વામીજી

પુલમાં સ્વામીજી

સ્વામી ઓમજી આ ટાસ્ક દરમિયાન સ્વીમીંગ પુલમાં ઉતરે છે અને મોનાલીસા અને લોપા સિક્રેટ ટાસ્ક મુજબ તેમને રોયલ ટ્રીટમેંટ આપે છે.

લોકેશ

લોકેશ

લોકેશ કોઇ કારણોસર રોહનની પાછળ ભાગે છે ત્યારે જ સિક્રેટ ટાસ્ક મુજબ વી જે બાની બંનેને પુલમાં ધક્કો મારી દે છે. જેને જોઇને સ્વામીજી ભડકી ઉઠે છે અને લોકેશને ચરિત્રહિન પણ કહી દે છે.

લોપા

લોપા

ઓમજીના આ ખરાબ વર્તન બાદ લોપા પોતાના પર કાબુ નથી રાખી શકતી અને તે સ્વામી ઓમજી પર ભડકી જાય છે. લોપા સ્વામી ઓમજીના ચરિત્રહિન વાળા નિવેદનને લઇને ખરુખોટુ કહે છે.

સ્વામીજી

સ્વામીજી

એટલુ જ નહિ ઓમજી ગૌરવને કહે છે કે તે રોહનની આ અભદ્ર હરકત બદલ તેને તાત્કાલિક જેલમાં મોકલે.

સેલીબ્રીટી ટીમ

સેલીબ્રીટી ટીમ

ટાસ્ક ખતમ થયા બાદ બિગ બોસ સેલીબ્રીટી ટીમે કરેલા સિક્રેટ ટાસ્કની તસવીરો પણ ઘરવાળાને બતાવે છે. સેલીબ્રીટી ટીમને ટાસ્ક જીતવાની શુભેચ્છાઓ પણ આપે છે.

ઇંડિયાવાળા

ઇંડિયાવાળા

ત્યારબાદ ઇંડિયાવાળા પોતાની હાર માટે એકબીજા પર આરોપ પણ લગાવતા નજરે પડે છે.

સ્વામીજી

સ્વામીજી

સ્વામીજી કહે છે કે જ્યારે મોનાલીસાએ મનુને કિસ કરી ત્યારે જ હું સમજી ગયો હતો. આ સાંભળીને મોના ભડકી જાય છે અને કહે છે કે મનુ મારા મિત્ર છે, હું જ્યારે ઇચ્છુ ત્યારે તેમને કિસ કરી શકુ છુ.

English summary
Celebrity team have won the raja rank task and are the maliks
Please Wait while comments are loading...