કપિલના શોમાં નારી અંગે વાંધાજનક ટિપ્પણી, નોંધાઇ પોલીસ ફરિયાદ

Written By:
Subscribe to Oneindia News

'ધ કપિલ શર્મા શો' સાથે જોડાયેલા વિવાદોમાં અન્ય એક મુદ્દો ઉમેરાઇ ગયો છે. જો કે, કપિલ શર્માના ફેન્સ માટે રાહતની વાત એ છે કે, આ વખતે વિવાદનું કારણ કપિલ પોતે કે એમનું કોઇ ટીમ મેમ્બર નહીં, પરંતુ તેમના શો પર આવેલ ગેસ્ટ છે. 1 જુલાઇ, 2017ના રોજ કપિલ શર્માના શો પર ડૉ. કુમાર વિશ્વાસ, ડૉ. રાહત ઇંદૌરી અને શાયરા શબીના અદીબ પહોંચ્યા હતા. અહીં કુમાર વિશ્વાસે કરેલ એક ટિપ્પણી પણ વિવાદ સર્જાયો છે.

આ પહેલીવાર નથી બન્યું, જ્યારે કપિલ શર્માના શો પર પહોંચેલ સેલિબ્રિટી ગેસ્ટના નામે વિવાદ સર્જાયો હોય. શું છે આખો મામલો? વાંચો અહીં..

મહિલાઓ અંગે ટિપ્પણી

મહિલાઓ અંગે ટિપ્પણી

આ શો દરમિયાન આપ પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે ચૂંટણી પર ફોકસ રાખતાં મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ' જો તમે તમારા ક્ષેત્ર કે કોલોનીમાંથી ચૂંટણી લડો, તો ઘણી મુસીબત ઊભી થઇ જાય છે. આવા સમયે જે યુવતી સાથે તમારો અફેર ચાલતો હોય, તેના પતિને પણ જીજાજી કહેવું પડે છે, જીજાજી વોટ આપજો, સામાન તો તમે લઇ જ ગયા છો.'

નોંધાઇ પોલીસ ફરિયાદ

નોંધાઇ પોલીસ ફરિયાદ

કુમાર વિશ્વાસની આ ટિપ્પણી પર દિલ્હીના ડાબરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ કરનારનું કહેવું છે કે, તેઓ પોતાની પુત્રી સાથે આ શો જોઇ રહ્યાં હતા અને શો બાદ પુત્રીએ પોતાની માતાને પૂછ્યું કે, મમ્મી, શું હું પણ લગ્ન બાદ સામાનની શ્રેણીમાં આવીશ? મહિલાઓ વસ્તુ હોય છે?

સુનિધિ ચૌહાણ

સુનિધિ ચૌહાણ

થોડા દિવસો પહેલાં બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણ કપિલ શર્માના શોમાં ગેસ્ટ તરીકે આવનાર હતી. પરંતુ લેટ નાઇટ શૂટિંગને કારણે તેમણે અચાનક જ શો પર આવવાની ના પાડી દીધી હતી. જો કે, છેલ્લે તેમણે આ શોનું શૂટિંગ કર્યું હતું.

શ્રદ્ધા કપૂરનો ગુસ્સો

શ્રદ્ધા કપૂરનો ગુસ્સો

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર કપિલના શો પર ફિલ્મ 'ઓકે જાનુ'નું પ્રમોશન કરવા પહોંચ્યા, ત્યારે પણ મોટો વિવાદ સર્જાયો હતો. આદિત્ય અને શ્રદ્ધા તો સેટ પર પહોંચી ગયા હતા, પરંતુ કપિલ શર્મા પૂરા 5 કલાક મોડા પડ્યા હતા. કંટાળીને આખરે શ્રદ્ધાએ શો છોડી જવાની ધમકી પણ આપી દીધી હતી.

એજાઝ ખાન

એજાઝ ખાન

ફિલ્મ એક્ટર અને પ્રોડ્યૂસર એજાઝ ખાન અને કપિલ શર્મા વચ્ચે ખાસો મોટો ઝગડો થયો હતો. એજાઝ ખાનનો આરોપ હતો કે, તેમની સાથે શૂટ કરવામાં આવેલ કપિલ શર્માના શોનો એપિસોડ ટેલિકાસ્ટ જ નથી થયો. તે સમયે કપિલ બહુ મોટા વિવાદમાં ફસાયા હતા.

અભિજીત ગાંગુલી

અભિજીત ગાંગુલી

કોમેડિયન અભિજીત ગાંગુલી ક્યારેય કપિલ શર્માના શો પર તો જોવા નથી મળ્યાં, પરંતુ તેમણે આ શો પર જોક ચોરીનો આરોપ લગાવ્યો છે. શોમાં બંપર લોટરી તરીકે જોવા મળતાં કીકૂ શારદાએ આઇપીએલ 2017 દરમિયાન શોમાં ક્રિકેટ અંગે એક જોક કહ્યો હતો. અભિજીતનો દાવો છે કે, આ જોક તેમનો છે. આ અંગે જવાબ આપતાં કીકૂએ કહ્યું હતું કે, તેઓ દરેકના જોકનો હિસાબ ન રાખી શકે.

English summary
Police complaint filed against Kumar Vishwas for his comment about women in The Kapil Sharma Show.
Please Wait while comments are loading...