ટૉપલેસ ફોટોશૂટ પર ટ્રોલ થઈ અભિનેત્રી દિવ્યા અગ્રવાલ, કહ્યુ - હું એવી માનસિકતા...
મુંબઈઃ બૉલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં હવે બોલ્ડ ફોટોશૂટનુ ચલણ વધી રહ્યુ છે. રોજ કોઈને કોઈ અભિનેત્રી પોતાના ટૉપલેસ ફોટોશૂટ માટે ચર્ચામાં રહે છે. અમુક લોકો આ પ્રકારના ફોટોશૂટને પસંદ કરે છે. તો અમુક લોકો આની ટીકા કરે છે. હવે ટૉપલેસ ફોટોશૂટ કરાવનારી અભિનેત્રીના લિસ્ટમાં દિવ્યા અગ્રવાલનુ નામ પણ જોડાઈ ગયુ છે. જે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે.

ઘણા લોકોએ કરી ખરાબ કમેન્ટ
હાલમાં જ દિવ્યાએ એક ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યુ હતુ. તેના ફોટા અને વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. ત્યારબાદ ઘણા બધા લોકોએ તેની પ્રશંસા કરી. આ ઉપરાંત ઘણા લોકો એવા હતા જે ફોટોશૂટ તેને ટ્રોલ કરવા લાગ્યા. ઘણા લોકોએ બધી હદો પાર કરીને તેની પોસ્ટ પર ગંદી-ગંદી કમેન્ટ કરી. હાલમાં જ ETimesને આપેલા એક ઈન્ટરવ્યુમાં દિવ્યાએ આ મામલે ખુલીને વાત કરી.

કેમ કરાવ્યુ ફોટોશૂટ?
ટ્રોલિંગ પર દિવ્યાએ કહ્યુ કે આ વિશે હું વધુ નથી વિચારતી. આ ઉપરાંત તે એ વસ્તુ પણ નથી વિચારતી કે શું પોસ્ટ કરવાનુ છે અને શું નહિ. બધા માટે ટ્રોલ્સ એક મોટો માથાનો દુઃખાવો છે. ટૉપલેસ ફોટોશૂટ પર તેણે કહ્યુ કે 2020માં તે પોતાના ઘરે રહી. બધાની જેમ તેણે પણ મુશ્કેલ સમય જોયો. તેણે આ દરમિયાન એવુ કરવાનુ વિચાર્યુ જે પહેલા ક્યારેય નહોતુ કર્યુ. જેનુ પરિણામ હતુ આ ફોટોશૂટ, જેને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ માટે કર્યુ છે.

લોકપ્રિયતા માટે આવુ કર્યુ?
દિવ્યાના જણાવ્યા મુજબ તેનો ઈરાદો પોતાની બૉડીને શો ઑફ કરવાનો નહોતો. તેણે ઘણા પ્લેટફૉર્મ્સ પર તે કૉન્સેપ્ટ જોયો હતો જે તેને ગમી ગયો. આના કારણે તેણે આમ કર્યુ. અમુક લોકોને લાગે છે કે તે આ બધુ લોકપ્રિયતા માટે કરી રહીછે કારણકે તેની પાસે કોઈ કામ નથી. આ વિચાર ખૂબ જ ખોટો છે. તે આ પ્રકારની માનસિકતાનો વિરોધ કરે છે. તેણે આગળ કહ્યુ કે ટ્રોલ્સ અને લોકોના ગંદા વિચારો તેને પ્રભાવિત નથી કરતા પરંતુ તે જીવન પ્રત્યે ખોટા દ્રષ્ટિકોણને દર્શાવે છે.