ઇશિતાની રિયલ લવ-સ્ટોરી શરૂ કરવામાં આ એક્ટરનો છે મોટો હાથ

Written By:
Subscribe to Oneindia News

એક્તા કપૂરની ફેમસ ટીવી સિરિયલ 'યે હે મોહબ્બતેં'થી સુપર ફેમસ થયેલ ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી દાહ્યા આ અઠવાડિયે ખૂબ ચર્ચામાં રહી છે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, નચ બલિયે 8ના વિજેતા અને પોતાની પહેલી એનિવર્સરીને કારણે તે સતત સમાચારમાં છે. પરંતુ શું તમને ખબર છે કે, દિવ્યંકા અને તેના પતિ વિવેકને ભેગા કરવામાં કોનો હાથ છે?

પંકજ ભાટિયા

પંકજ ભાટિયા

'યે હે મોહબ્બતેં'માં દિવ્યંકાના જીજાજી બાલાનો રોલ પ્લે કરતાં એક્ટર પંકજ ભાટિયાએ દિવ્યંકા અને વિવેકની લવ-સ્ટોરીમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. એક લીડિંગ વેબસાઇટના અહેવાલો અનુસાર, પંકજે જ વિવેકના મનમાં એ વાત નાંખી હતી કે, વિવેક અને દિવ્યંકા આઇડિયલ કપલ બની શકે એમ છે. નોંધનીય છે કે, વિવેક દાહ્યા પણ આ જ શોમાં એસીપી અભિષેકના રોલમાં જોવા મળે છે.

મેગેઝિન કવર ફોટો

મેગેઝિન કવર ફોટો

હાલના દિવસોમાં દિવ્યંકા ત્રિપાઠીની લોકપ્રિયતા આભને આંબી રહી છે. તેણે અને વિવેકે 8 જુલાઇ, 2016ના રોજ મેરેજ કર્યા હતા. પોતાની ફર્સ્ટ એનિવર્સરી માટે આ કપલ યુરોપ જવા નીકળી ગયું છે. આ પહેલાં વિવેક દાહ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ મેગેઝિન કવર ફોટો પોસ્ટ કર્યો હતો. પહેલી વાર કોઇ ટીવી એક્ટર્સના મેગેઝિન કવરની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળે છે.

બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ

બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ

છેલ્લા ઘણા સમયથી અનેક એવોર્ડ સમારંભમાં દિવ્યંકા બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી રહી છે અને હાલમાં જ યોજાયેલ ઝી ગોલ્ડ એવોર્ડ્સ 2017માં પણ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ દિવ્યંકાને ફાળે ગયો હતો. આ સિવાય બેસ્ટ જોડીનો એવોર્ડ પણ દિવ્યંકા અને કરણ પટેલ(રમણ ભલ્લા)ને મળ્યો હતો.

નચ બલિયે 8

નચ બલિયે 8

આ પહેલાં નચ બલિયેની લેટેસ્ટ સિઝન 8માં પણ દિવ્યંકા અને વિવેક વિજેતા સાબિત થયા હતા. એ વાતમાં કોઇ શંકા નથી કે, દિવ્યંકાનું કરિયર હાલ પિક પોઇન્ટ પર છે. દિવ્યંકા ટેલિવિઝનની સૌથી પોપ્યુલર ટીવી એક્ટ્રેસિસમાંની એક છે અને તેના ઠાઠ પણ કોઇ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછા નથી.

ડ્રીમ વેડિંગ

ડ્રીમ વેડિંગ

દિવ્યંકા ત્રિપાઠી અને વિવેક દાહ્યાની વેડિંગ પણ કોઇ બોલિવૂડ વેડિંગ સમાન હતી. પહેલીવાર કોઇ ટીવી એક્ટરના વેડિંગને મીડિયામાં આટલું મહત્વ આપવામાં આવ્યું હતું. દિવ્યંકા-વિવેકના પ્રિ-વેડિંગ ફોટોશૂટથી માંડીને મહેંદી, સંગીત, લગ્ન અને વિદાય સુધીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા અને મીડિયામાં છવાયેલા રહ્યા હતા.

English summary
Divyanka Tripathi Dahya and Vivek Dahya are off to Europe to celebrate their 1st wedding anniversary.
Please Wait while comments are loading...