એલી બિગ બોસમાંથી બહાર, સોફિયાએ મને મોકલી દો ઘરની બહાર!
બિગ બોસ 7ના ઘરમાં એલી હોવાથી સલમાન ખાનને ઘણી તકો મળતી હતી કે તે પોતાની ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફ અંગે વાત કરે અને કોમેન્ટ કરે, પરંતુ હવે સલમાન ખાનને બીજી વખત આ તક નહીં મળે, કારણ કરે એલી અવરામ બિગ બોસના ઘરમાંથી બહાર થઇ ચુકી છે. સલમાન ખાન એલીની સરખામણી કૅટરિના કૈફ સાથે કરતા હતા અને કહેતા હતા કે એલી પાંચ વર્ષ પહેલાની કૅટરિના જેવી દેખાય છે અને વાતો કરે છે. ઘરના સભ્યો પણ એલીના નામથી સલમાન ખાનની મસ્તી કરતા હતા. બધાને લાગતુ હતુ કે એલી સલમાનની આટલી નજીક છે અને કોઇપણ પ્રકારના વિવાદમાં નથી તો તે આ વર્ષે બિગ બોસ વિજેતા બની શકે છે, પરંતુ એલીનું આ રીતે બિગ બોસમાંથી બહાર જવાથી ઘરના સભ્યો ચોંકી ગયા હતા.
આ શનિવારે જ્યારે સલમાન ખાને એલી અવરામને ઘરની બહાર આવવાનું કહ્યું તો ઘરના સભ્યો ઘણા ચોંકી ગયા. સોફિયા જે એલી સાથે તેની ટ્વિન્સ સિસ્ટરની જેમ એક્ટિંગ કરતી હતી અને દરેક સમયે બન્ને સાથે રહીને મસ્તી કરતા હતા, તે રડવા લાગી. સોફિયાએ કહ્યું કે, એલીને બહાર ના મોકલો, તેના સ્થળે મને બહાર મોકલી દો. સોફિયા ઉપરાંત એન્ડી, સંગ્રામ સિંહ પણ એલીની ઘણી નજીક હતા. એલી ઘરની અંદર કોઇની સાથે ઝઘડો કરતી નહોતી, તેથી એલી બધાને પસંદ હતી.
એલી અવરામ હવે રવિવારના એપિસોડમાં સલમાન ખાન સાથે બિગ બોસના ઘરમાં વિતાવેલા પોતાના સમયને લઇને વાતો કરશે અને સાથે જ સલમાન ખાન તેને એક મોટો બોમ્બ આપશે જે તેને બિગ બોસના પ્રતિભાગીઓ પર ફોડવાનો રહેશે. એલી ઘરની બહાર જતી વખતે ઘણી ખુશ હતી કે તે તેના મિત્રોને મળી શકશે, પરંતુ સાથે જ બિગ બોસના ઘર અને પોતાના બિગ બોસના ઘરમાં બનેલા મિત્રોને છોડીને જવાનું દુઃખ પણ હતું.

એલીના એલિમિનેશનથી સલમાન અપસેટ
જ્યારે સલમાન ખાને એલીને કહ્યું કે તે ઘરની બહાર જાય તો સોફિયા ઘણી રડવા લાગી અને કહ્યું કે એલીને રહેવા દો. તેના પર સલમાને કહ્યું કે તે પણ આ વોટિંગથી ઘણા અપસેટ છે.

સોફિયાએ કહ્યું કે મને બહાર કરી દો
સોફિયાએ રડતા રડતા કહ્યું કે એલીએ કોઇ ભૂલ કરી નથી, મે ખોટું કર્યું છે. હું કનફ્યુઝ છું મને બહાર કરી દો, પરંતુ એલીને રહેવા દો. સોફિયાને ચુપ કરાવતા ગૌહરે કહ્યુ કે તેણે કંઇ જ ખોટું નથી કર્યું.

એલીના એલિમિનેશન પર તનીષા રડી પડી
એલી જે ઘરની અંદર બધાને પસંદ હતી તેના એલિમિનેશનથી એંડી અને સંગ્રામ તો રડી જ રહ્યા હતા, પરંતુ તનીષા પણ એલીના જવાથી રડી પડી. એલી કોઇપણ રીતે વિવાદોમાં ક્યારેય નથી આવી, તેથી ઘરની અંદર બધા તેને પસંદ કરતા હતા.

સલમાન સાથે એલી કરશે લંચ
એલી ઘરમાંથી બહાર થઇ ત્યારે તેણે કહ્યું કે તે સલમાન ખાન સાથે લંચ કરશે. એલી અવરામની આ વાતથી કામ્યાએ હસતા હસતા કહ્યું કે, તે સલમાન ખાન સાથે લંચ કરે અને તેને શુભેચ્છાઓ.

એલી હશે સલમાનની આગામી ફિલ્મમાં
સલમાને જે રીતે ઘરની બહાર આવી રહેલી એલીને આશ્વાસન આપ્યું કે, આગામી પાંચ મહિનામાં તે ક્યાંની ક્યાં પહોંચી જશે અને તેની કારકિર્દી ઘણી ઝડપથી ઉપર આવી જશે. તેનાથી એવુ લાગી રહ્યું છે કે, કદાચ સલમાન એલીને પોતાની આગામી ફિલ્મમાં કાસ્ટ કરે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
