ખતરોં કે ખેલાડી માટે ગીતા ફોગાટને મળી રહે છે અધધ ફી

Posted By:
Subscribe to Oneindia News

રોહિત શેટ્ટી નો લોકપ્રિય સેલિબ્રિટી એક્શન રિયાલિટી શો ફરી શરૂ થવા જઇ રહ્યો છે. ખતરોં કે ખિલાડી શોની આ 8મી સિઝન છે, જેનું મુખ્ય આકર્ષણ છે રેસલર ગીતા ફોગાટ. જેવી બ્લોકબસ્ટર બોલિવૂડ ફિલ્મનો પ્રેરણાસ્ત્રોત એવી ગીતા ફોગાટ આ સિઝનની સૌથી દમદાર કન્ટેસ્ટન્ટ મનાય છે. આ શો દ્વારા એક રીતે ગીતા ટેલિવિઝન પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. ગીતા સાથે આ શોમાં બીજા અનેક ટેલિવિઝન સિતારાઓ અને સેલિબ્રિટી જોવા મળશે.

ગીતાને મળી સૌથી હાઇએસ્ટ ફી

ગીતાને મળી સૌથી હાઇએસ્ટ ફી

કહેવાઇ રહ્યું છે કે, ખતરોં કે ખેલાડીના તમામ કન્ટેસ્ટન્ટમાં ગીતાની ફી સૌથી વધારે છે. ગીતા સાથે આ શોમાં નિયા શર્મા, રવિ દૂબે, હિના ખાન, કરણ વાહી જેવા ટીવીના જાણીતા ચહેરાઓ જોવા મળશે, આ તમામ કરતાં ગીતાને વધારે ફી અપાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ અંગે હજુ સુધી ગીતા કે શોની ટીમ તરફથી કોઇ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું. અહીં જુઓ ટેલિવૂડની ટોપ એક્ટ્રેસિસ એક એપિસોડની કેટલી ફી ચાર્જ કરે છે....

દિવ્યંકા ત્રિપાઠી

દિવ્યંકા ત્રિપાઠી

એક્તા કપૂરની સુપરહિટ સિરિયલ 'યે હે મોહબ્બતેં' સિરિયલમાં ડૉ.ઇશિતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી જોત-જોતામાં ટેલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસિસમાંની એક બની ગઇ છે. તે એક એપિસોડના 1.50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

મોની રૉય

મોની રૉય

મોની રૉય ટેલિવિઝનને એક્તા કપૂરની દેન છે. 'દેવોં કે દેવ મહાદેવ' બાદ તે 'નાગિન' અને 'નાગિન 2'માં જોવા મળી રહી છે. મોની એન્ટરટેઇન્મેન્ટ વર્લ્ડનો ખૂબ પોપ્યૂલર ફેસ છે. સિરિયલ સિવાય તે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લૂક માટે પણ ખૂબ વખણાય છે. તે પણ એક એપિસોડના 1.50 લાખ ચાર્જ કરે છે.

હિના ખાન

હિના ખાન

થોડા સમય પહેલાં જ સુપરહિટ સિરિયલ 'યે રિશ્તા ક્યા કેહલાતા હે'ને અલવિદા કહેનાર એક્ટ્રેસ હિના ખાન એક એપિસોડના 1.20 લાખ ચાર્જ કરે છે. હિનાને ખરી ઓળખાણ 'યે રિશ્તા...' સિરિયલથી જ મળી હતી.

મોના સિંહ

મોના સિંહ

'જસ્સી જેસી કોઇ નહીં' સિરિયલથી જાણીતી થયેલ મોના સિંહ પણ ટેલિવૂડની ટોપ એક્ટ્રેસિસમાંની એક છે. તે હાલ એક એપિસોડના 1.5 લાખથી લઇને 1.7 લાખ ચાર્જ કરે છે. મોના સિંહ એક્તા કપૂરની ખાસ બહેનપણી છે.

જેનિફર વિંગેટ

જેનિફર વિંગેટ

જેનિફરને એક્તા કપૂરની સિરિયલ 'કસૌટી ઝિંદગી કી' થી ઓળખાણ મળી હતી અને ત્યાર બાદ સુપરહિટ સિરિયલ 'દિલ મિલ ગયે' થી તે ઘર-ઘરમાં જાણીતી બની હતી. હાલ તે 'બેહદ' શોમાં જોવા મળી રહી છે. તે એક એપિસોડના 1 લાખ ચાર્જ કરે છે.

રશ્મિ દેસાઇ

રશ્મિ દેસાઇ

મૂળ ગુજરાતી એવી રશ્મિ દેસાઇ કલર્સ પર આવતી સિરિયલ 'ઉતરન' થી જાણીતી થઇ હતી. તે એક એપિસોડ દીઠ રૂ.90 હજાર ચાર્જ કરે છે.

અનિતા હંસનંદાની

અનિતા હંસનંદાની

આ બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ એક્ટ્રેસ પણ એક્તા કપૂરની જ શોધ છે. એક્તાની જ સિરિયલ 'કભી સોતન કભી સહેલી'થી જાણીતી થયેલી અનિતા હાલ' યે હે મોહબ્બતેં' માં જ શગુનના પાત્રમાં જોવા મળે છે. તે એક્તા કપૂરની ખૂબ સારી મિત્ર છે અને એક એપિસોડના 1 લાખ ચાર્જ કરે છે.

English summary
There is buzz that Dangal girl Geeta Phogat is highest paid contestant in Khatron Ke Khiladi 8.
Please Wait while comments are loading...