• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG: રિક્ષા ડ્રાઇવરની પુત્રી છે આ નાનકડી સુપરસ્ટાર!

|

ઘણી વાર એવું બને છે કે, એક્ટર્સના રિયલ લાઇફની વાતો ટીવી શો અને ફિલ્મો કરતાં વધુ રસપ્રદ અને સંઘર્ષથી ભરેલી હોય છે. નાનકડી એક્ટ્રેસ આલિયા શાહની રિયલ સ્ટોરી કંઇક એવી જ છે. 'કુછ રંગ પ્યાર કે એસે ભી' શોમાં નાનકડી સુહાનાના રોલમાં જોવા મળતી આલિયાની રિયલ લાઇફની સ્ટોરી આજે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ. આલિયાના રિયલ લાઇફની વાર્તા તેના ટીવી શો કરતાં ઘણી વધારે રોચક છે. સાથે જ અમે તમને એવા કેટલાક ચાઇલ્ડ આર્ટિસ્ટ અંગે પણ માહિતી આપીશું જે ટેલિવિઝન પડદે ખૂબ ફેમસ થયા હતા, તેમનો અત્યારનો લૂક જોઇને તમે દંગ રહી જશો.

રિક્ષા ચલાવે છે આલિયાના પિતા

રિક્ષા ચલાવે છે આલિયાના પિતા

જી હા, આ ક્યૂટ ચાઇલ્ડ એક્ટ્રેસના પિતા એક રિક્ષા ડ્રાઇવર છે. તેઓ સાથે ફળો પણ વેચે છે. એક અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં આલિયાના પિતાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, એન્ટરટેઇનમેન્ટ ઇનડસ્ટ્રી અંગે મને ઝાઝી કંઇ ખબર નથી. હું ક્યારેક ફળો વેચીને તો ક્યારેક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો સામાન્ય વ્યક્તિ છું. આલિયાના પિતાનું નામ છે શાફી શાહ.

પુત્રીની સફળતાથી ખુશ

પુત્રીની સફળતાથી ખુશ

આલિયા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આલિયાના એક્ટિંગના શોખ વિશે મને ત્યારે ખબર પડી જ્યારે તે માત્ર ત્રણ વર્ષની હતી. એ ટીવી જોઇને એક્ટિંગ કર્યા કરતી. ત્યારે જ મેં એને એક્ટિંગ ક્ષેત્રમાં લાવવાનું નક્કી કર્યું હતું. અનેક વર્ષોની સ્ટ્રગલ અને ઓડિશન્સ બાદ આખરે 'કુછ રંગ પ્યાર કે એસે ભી'માં તેને તક મળી. હું આજે તેની સફળતા જોઇ ખૂબ ખુશ છું.

તનવી હેગડે

તનવી હેગડે

'સોનપરી' શોથી તનવી હેગડેએ નાના પડદે એન્ટ્રી મારી હતી. આ શો ખૂબ લોકપ્રિય રહ્યો હતો અને નાનકડી તનવી પણ. હાલ તે ફિલ્મમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.

કિંશુક વૈદ્ય

કિંશુક વૈદ્ય

'શાકા લાકા બૂમ બૂમ'નો ગોળમટોળ અને ક્યૂટ સંજુ સૌને યાદ જ હશે. આ શો ખૂબ ફેમસ થયો હતો. આ સંજુનું સાચું નામ છે કિંશુક વૈદ્ય, તે હાલ 26 વર્ષનો છે અને તે ટીવી શો 'એક રિશ્તા સાંઝેદારી કા'માં લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. આ શો પણ ખૂબ લોકપ્રિય થયો છે.

રજત ટોંક્સ

રજત ટોંક્સ

'જોધા અકબર' અને 'ચંદ્ર નંદિની' જેવી સિરિયલોમાં લીડ રોલમાં જોવા મળનાર રજત ટોંક્સ પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ હતા. 'પૃથ્વીરાજ ચૌહાણ' ટીવી શોથી તેને ટીવી પડદે ઓળખ મળી હીત. તેનો હાલનો શો 'ચંદ્ર નંદિની' પણ ખૂબ પોપ્યુલર થયો છે.

અવિનાશ મુખર્જી

અવિનાશ મુખર્જી

કલર્સની લોકપ્રિય સિરિયલ 'બાલિકા વધુ'નો આ ચાઇલ્ડ આર્ટિસ્ટ ખૂબ લોકપ્રિય થયો હતો. 'બાલિકા વધુ'માં જગિયાના રોલમાં જોવા મળનાર અવિનાશ મુખર્જી હાલ કંઇક આવો દેખાય છે.

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની પણ 'શાકા લાકા બૂમ બૂમ' શોથી ખૂબ ફેમસ થઇ હતી. તે બોલિવૂડ ફિલ્મોમાં પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે દેખા દઇ ચૂકી છે. મોટા થયા બાદ પણ તેણે બોલિવૂડમાં નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ખાસ ફાવી નહીં.

શ્વેતા પ્રસાદ

શ્વેતા પ્રસાદ

લોકપ્રિય ટીવી સિરિયલ 'કહાની ઘર ઘર કી'માં પાર્વતી અને ઓમની પુત્રી શ્રૃતિ તરીકે તેણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. તે ફિલ્મ 'મકડી'માં ડબલ રોલમાં જોવા મળી હતી, બાળકોની આ ફિલ્મ ખૂબ લોકપ્રિય થઇ હતી. હાલ તે 'ચંદ્ર નંદિની' શોમાં લીડ રોલમાં જોવા મળે છે. વરુણ-આલિયાની ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'માં પણ તેણે એક નાનકડી ભૂમિકા ભજવી હતી.

English summary
Have a read about how Kuch Rang Pyar Ke Aise Bhi changed Aaliya Shah aka Suhana life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more