For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને બુદ્ધ તરીકે હંમેશા યાદ કરવામાં આવે : હિમાંશુ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ઑક્ટોબર : નવી ટેલીવિઝન શ્રેણી બુદ્ધમાં ગૌતમ બુદ્ધનો રોલ કરી રહેલા નવોદિત કલાકાર હિમાંશુ સોનીનું કહેવું છે કે આ ભૂમિકા માટે તેમણે બહુ મહેનત કરી છે કે જેથી કાર્યક્રમ ખતમ થયા બાદ પણ લોકો બુદ્ધ તરીકે તેમને યાદ કરે.

himanshusoni

બીજા કલાકારોની જેમ હિમાંશુએ પણ અભિનય માટે પોતાનું શહેર જયપુર છોડ્યું અને મુંબઈ આવી ગયાં. કંઈ પણ અચાનક નથી થયું. માત્ર છ માસ પહેલા જ તેમની કિસ્મત ચમકી. હિમાંશુએ જણાવ્યું - હું બે વર્ષ અગાઉ 2011માં મુંબઈ આવ્યો હતો. મને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. એ સાચુ છે કે મુંબઈ મારા સપનાનું શહેર છે, પણ છ માસ પહેલા બુદ્ધના ઑડિશન બાદ મુંબઈએ મારા સપના સાકાર કરવાનું શરૂ કર્યું છે.

તેમણે જણાવ્યું - મને લુક ટેસ્ટ માટે બોલાવાયો અને છેલ્લે મારી પસંદગી થઈ ગઈ. મારૂ સ્વપ્ન સાકાર થયું. હું ઇચ્છુ છું કે શો બાદ પણ લોકો મને પડદાના બુદ્ધ તરીકે યાદ રાખે. પ્રથમ પસંદગી થયા બાદ 24 વર્ષીય હિમાંશુએ ઘરે તેના માટે કામ શરૂ કર્યું. તેઓ કહે છે - મેં ધ્યાન કરવાનું, બુદ્ધ વિશે પુસ્તકો અને ઉપદેશો વાંચવાનું શરૂ કર્યું. પછી એક દિવસ મને લુક ટેસ્ટ માટે બોલાવાયો અને મારી પસંદગી થઈ ગઈ. આ મારૂં સ્વપ્ન સાકાર થવા જેવુ હતું. મને લાગ્યું કે હું પોતાના પાત્ર સાથે ન્યાય કરી શકુ છું.

ઉદ્યોગપતિ બી. કે. મોદીના નિર્માણ હેઠળ બનેલી બુદ્ધ સીરિયલ ઝી ટીવી તેમજ દૂરદર્શન ઉપર દર રવિવારે સવારે અગિયાર વાગ્યે પ્રસારિત થાય છે.

English summary
Newcomer Himanshu Soni, who will be seen essaying title role in "Buddha", says he has given his everything so that viewers remember him as the onscreen Buddha even after the saga goes off air.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X