For Quick Alerts
For Daily Alerts
નવો વિચાર-નવી વાર્તા : જો બીવી સે કરે પ્યાર
મુંબઈ, 24 ઑક્ટોબર : ફરી એક વાર લોકો સમક્ષ એક એવું કડવું સત્ય, પણ મીઠી ચાસણી સાથે પિરસવામાં આવનાર છે કે જે એક નવા વિચારની નવી વાર્તા દ્વારા દર્શકોને રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કરશે અને આ નવા વિચાર-નવી વાર્તાનું નામ છે જો બીવી સે કરે પ્યાર. સબ ટીવી ઉપર આ શો 28મી ઑક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે.
જો બીવી સે કરે પ્યાર શોમાં લીડ રોલ પ્લે કરતા અભિનેતા અર્જુન બિજલાણી કહે છે કે આ શો પતિ-પત્નીના મજાના સંબંધોની વાર્તા રજૂ કરશે. તેના વડે લોકોને જાણવા મળશે કે ઘરમાં રહેતી પત્નીને પણ રસોઈથી માંડી ઘર સંભાળવા સુધી ઘણી મહેનત કરવી પડે છે. અર્જુનને પોતાને આ શોના શૂટિંગ દરમિયાન પ્રતીતિ થઈ કે રસોઈ બનાવવી સરળ નથી. આ શોના લૉન્ચિંગ પ્રસંગે અર્જુને જણાવ્યું - હવે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું, ત્યારે મને અહેસાસ થયો છે કે સાદુ ભોજન બનાવવામાં પણ ઘણી મહેનત લાગે છે.આ ટેલીવિઝન શોમાં અભિનેત્રી શ્વેતા ગુલાટી અર્જુનના પત્ની તરીકે દેખાશે. કાર્યક્રમની વાર્તા તેવા યુવા યુગલોની આસપાસ ફરે છે કે જેઓ વ્યસ્ત જીવન છતાં સાથે સમય પસાર કરવાની રસપ્રદ યુક્તિઓ શોધે છે. પોતાની પ્રેમિકા નેહા સ્વામી સાથે લગ્ન કરનાર અર્જુન કહે છે - કાર્યક્રમ વડે લોકો ખાસ તો પતિ અને પ્રેમીઓ જાણી શકશે કે રસોઈ કરવી આસાન નથી. હું ક્યારેક-ક્યારેક ડુંગળી કાપવામાં મદદ કરુ છું કે જે પત્નીઓને ગમે છે.