
સલમાન સાથે બિગ બોસ 12માં દેખાશે કોમેડી કિંગ કપિલ શર્મા !
સલમાન ખાનના શો બિગ બૉસને લઈ જાતભાતની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ એક સમાચાર એવા પણ હતા કે આ વર્ષે શોના તમામ કંટેસ્ટન્ટ જોડીદાર બનીને શોમાં એન્ટ્રી લઈ શકે છે. તો આ વર્ષે બિગ બૉસની શરૂઆત સપ્ટેમ્બરમાં જ થઈ જશે. આ વાત કદાચ સાચી હોઈ શકે છે.
પરંતુ બિગ બૉસને લઈ સૌથી આશ્ચર્યજનક ને શોકિંગ ન્યૂઝ એ છે કે આ વખતે કપિલ શર્મા શોમાં એન્ટ્રી કરી શકે છે. હવે આ વાત માત્ર અફવા છે કે હકીકત તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલની સ્થિતિમાં કપિલ શર્માએ પોતાની ઈમેજ સુધારવા માટે બિગ બૉસમમાં આવવું જરૂરી છે. હાલ તો કપિલ પોતાનો શો બંધ કરીને ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા છે.
ડિપ્રેશનમાંથી બહાર આવ્યા બાદ તે ફરી પોતાની નવી કોમેડી સાથે કમબેક કરે તેવી શક્યતા છે. તેવામાં બિગ બૉસમાં કપિલ શર્મા કંટેસ્ટન્ટ તરીકે ભાગ લે તે વાત અફવા મનાઈ રહી છે.
જો કે તમને જણાવી દઈએ કે કેટલીક સેલિબ્રિટિઝ એવી પણ છે જેમણે બિગ બૉસ 12માં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

અનેરી વજાની
અનેરી વજાનીનું નામ બિગ બૉસ 12 માટે સંભળાતું હતું. પરંતુ અનેરી વજાનીએ આ વાત માત્ર અફવા હોવાનું કહીને ટાળી દીધી છે.

નિયા શર્મા
નિયા શર્માને પણ બિગ બૉસની ઓફર મળી હોવાની ચર્ચા થઈ. પરંતુ નિયાએ પણ આ વાતને અફવા ગણાવી દીધી.

અંચિત કૌર
અંચિત કૌરે તો પોતાને આ શોની ઓફર જ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી.

સીઝેન ખાન
કસૌટી જિંદગીના અનુરાગ એટલે કે સીઝેન ખાનને બિગ બોસ 11 માટે અપ્રોચ કરાયા હતા. પરંતુ તેમણે કહ્યું છે કે તે આ શો નથી કરી રહ્યા.

એવલિન શર્મા
યે જવાની હૈ દીવાનીની એક્ટ્રેસ એલિન શર્માએ પણ બિગ બોસનો ભાગ બનવાની અફવાનું ખંડન કર્યું છે.

હર્ષ લિંબચિયા
ભારતી સિંહના ફિયાન્સ હર્ષ લિંબચિયાને પણ બિગ બૉસની ઓફર થઈ હતી. પરંતુ ભારતીએ કહ્યું કે તેમણે આ ઓફર નકારી દીધી છે. ભારતે કહ્યું છે કે હર્ષ બિગ બોસનો ભાગ બનવા નથી ઈચ્છતા.

દેવોલીના ભટ્ટાચાર્ય
સાથ નિભાના સાથિયાની ગોપી વહુ દેવોલિનાએ કહ્યું કે તે સલમાન ખાન સાથે કામ કરવા તો ઈચ્છે છે, પરંતુ બિગ બૉસમાં આવવાથી ડરે છે.