"ના તો હું ડિપ્રેશનમાં છું, ના તો મારો શો બંધ થશે છે"

Written By:
Subscribe to Oneindia News

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ફ્લાઇટ વિવાદ બાદ સતત બંન્ને એક્ટર્સ ચર્ચામાં રહ્યાં છે અને કપિલ અંગે મોટભાગે નેગેટિવ વાતો સાંભળવા મળી છે. 'ધ કપિલ શર્મા શો'ની લો ટીઆરપી, કપિલના હેલ્થ પ્રોબ્લેમ્સ અને તે ડિપ્રેશનમાં સરી પડ્યો હોવાની વાત પણ ઘણીવાર થઇ છે. નોંધનીય છે કે, કપિલના શોની ટીઆરપી ડાઉન થયાના સમાચાર બાદ જ લગભગ ત્રણ વાર કપિલને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ તમામ પ્રકારની ચર્ચાઓ અને અફવાઓ અંગે આખરે કપિલે ખુલીને વાત કરી છે.

મારી પર ઘણું દબાણ હતું

મારી પર ઘણું દબાણ હતું

ડેઇલી ભાસ્કર સાથેના પોતાના રિસન્ટ ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરતાં કપિલે કહ્યું હતું કે, 'હું મારા શો અને ફિલ્મ(ફિરંગી) બંન્ને માટે કામ કરી રહ્યો હતો અને આથી મારી પણ ઘણું પ્રેશર હતુ. જેની અસર મારી હેલ્થ પર પડી. ફિલ્મ માટે મેં જે કસરતો અને વર્કઆઉટ શરૂ કર્યું હતું એ પણ મેં હવે બંધ કર્યું છે. આ બધાને કારણે મને લો બીપીનો પ્રોબ્લેમ થયો હતો.'

મેં કોઇને સેટ પર રાહ નથી જોવડાવી

મેં કોઇને સેટ પર રાહ નથી જોવડાવી

'મારી આસપાસના લોકો આ વાત સમજી શકે છે. મેં કોઇને સેટ પર રાહ નથી જોવડાવી. સેટ પણ ઘણીવાર એવું થાય છે, જ્યારે વાત તમારા હાથમાં નથી હોતી. આવી પરિસ્થિતિને કારણે જ લોકોએ મને ટેન્ટ્રમ કિંગનું નામ આપી દીધું છે, પરંતુ એ સાચું નથી. મને નથી સમજાતું લોકો માર વિશે આટલી નેગેટિવ વાતો કેમ ફેલાવી રહ્યાં છે, હું એક સરળ માણસ છું.'

હવે માત્ર શો પર કરશે ફોકસ

હવે માત્ર શો પર કરશે ફોકસ

કપિલે જણાવ્યું હતું કે, ફિલ્મ 'ફિરંગી'નું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને આથી હવે તે માત્ર પોતાના શો પર ફોકસ કરશે. સાથે જ તેણે જણાવ્યું હતું કે, તેની પર શોની ટીઆરપીનું કોઇ પ્રેશર નથી. તેણે કહ્યું હતું કે, 'મારા દર્શકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ પ્રેમ આપ્યો છે. તેમના મનોરંજન માટે અમે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છીએ.'

શો એફ-એર નહીં થાય

શો એફ-એર નહીં થાય

પિલે કહ્યું હતું કે, 'તમે સાચું માનો કે ખોટું, આવી વાતો મને મીડિયામાં જ સાંભળવા મળે છે. સોની ચેનલ તરફથી ક્યારેય કોઇએ મારી સાથે આ અંગે વાત નથી કરી. ચેનલના લોકોએ તો મને ખૂબ સપોર્ટ કર્યો છે. 'ધ કપિલ શર્મા શો' ઓફ-એર નથી થઇ રહ્યો, અમે શોના શૂટિંગમાં વ્યસ્ત છીએ.'

ડિપ્રેશનમાં હોવા અંગે કપિલ

ડિપ્રેશનમાં હોવા અંગે કપિલ

આ અંગે કપિલે હસતાં-હસતાં કહ્યું હતું કે, 'ડિપ્રેશન મારા માટે માત્ર એક મોટો શબ્દ છે. લો બીપી સિવાય મને બીજી કોઇ આરોગ્યને લગતી તકલીફ નથી. મેં મારા શરીર અને ડાયેટનું યોગ્ય ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે અને હવે હું એકદમ સ્વસ્થ છું.'

English summary
Kapil Sharma finally breaks his silence. Read on to know what the actor and comedian has to say about the controversies surrounding him.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.