કહતા હૈ દિલ જી લે જરા : સાંચી આજે કરશે ઇઝહાર-એ-મહોબ્બત!
મુંબઈ, 29 ઑક્ટોબર : સોનીના લોકપ્રિય શો કહતા હૈ દિલ જી લે જરા આજકાલ ટીઆરપી ચાર્ટમાં સૌથી ટોચ ઉપર છે, કારણ કે શોમાં દર્શાવાતો માસૂમ અને સાચો પ્રેમ લોકોને ગમીરહ્યો છે. શોમાં લીડ રોલ પ્લે કરતાં સંગીતા ઘોષ (સાંચી પ્રભુ) અને ધ્રુવ (રસલના મુમતાઝ)ની લવ-સ્ટોરી લોકોને ગમી રહી છે. તેથી જે લોકો આ શો જુએ છે, તેમના માટે એક સારા સમાચાર છે અને તે એ કે આજના એપિસોડમાં સાંચી ધ્રુવ સમક્ષ પોતાના પ્રેમનો ઇઝહાર કરી નાંખશે.
હકીકતમાં સાંચીને ધ્રુવની બીમારી બાદ અહેસાસ થાય છે કે તે તેને મિસ કરી રહી છે. પોતાની લાગણીઓની ગુંચવણમાં ગુંથવાયેલી સાંચીનું ધ્યાન તે વખતે ભંગ થાય છે કે જ્યારે તેના ફોનની રિંગ વાગે છે. ફોન તેની મિત્ર દિલશાનનો હોય છે કે જે રડી-રડીને કહે છે કે હમણા જ પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો છે કે એક ડેડબૉડી પાસે ધ્રુવ એટલે કે ડીવીનો પર્સ મળ્યો છે. તેથી પોલીસે તેને શબની ઓળખ માટે બોલાવી છે.સાંચી આ વાત સાંભળી સ્તબ્ધ રહી જાય છે. તે હૉસ્પિટલે પહોંચશે કે જ્યાં ડરતા-ડરતા અને રડતા-રડતા શબને જોશે અને રડતા-રડતા જ કહેશે કે આ શબ ડીવીનો નથી. તે પોતાની જાતને સંભાળે કે તે જ વખતે તેને ડીવી દેખાય છે કે દિલશાને કંઈક કહી રહ્યો છે. સાંચી દોડતા જાય છે અને તેને ભેંટી પડે છે અને પછી કહે છે કે જો ડીવીને કંઈ થઈ જાત, તો તે જીવી ન શકત. હવે તેના પછી સાંચી ડીવીને આઈ લવ યૂ કહે છે કે કેમ? જોવા માટે આજે જોવું પડશે કહતા હૈ દિલ જી લે જરા.