બહેન પાસે રાખડી બંધાવા માટે ગુમનામીમાંથી બહાર આવ્યો કપિલ, ફોટા વાયરલ
લાંબા અરસાથી લાઈમલાઈટથી દૂર કોમેડી કિંગ કપિલ શર્માના કેટલાક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં કપિલ પોતાની બહેન પાસે રાખી બંધાવતો દેખાઈ રહ્યો છે.
લાંબા અરસાથી લાઈમલાઈટથી દૂર કોમેડી કિંગ કપિલ શર્માના કેટલાક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં કપિલ પોતાની બહેન પાસે રાખી બંધાવતો દેખાઈ રહ્યો છે. ફોટામાં કપિલ પોતાની મા અને ઘરના બાળકો સાથે હસતો જોવા મળી રહ્યો છે. જો કે ફોટા પરથી જણાઈ રહ્યુ છે કે કપિલનું વજન ખૂબ વધી ગયુ છે.

રાખી બંધાવા માટે ગુમનામીમાંથી બહાર આવ્યો કપિલ
તમને જણાવી દઈએ કે કપિલના ચાહકો તેન કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવા સમાચાર છે કે કપિલનું કમબેક ઓક્ટોબરમાં થઈ શકે છે પરંતુ તે ઓક્ટોબરમાં તેનો કોઈ લઈને નથી આવી રહ્યો પરંતુ હવે નિર્માતા તરીકે લોકો સામે આવશે.

પંજાબી ફિલ્મ ‘સન ઓફ મનજીત સિંહ'
કપિલ શર્માએ એક પંજાબી ફિલ્મ ‘સન ઓફ મનજીત સિંહ' ને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 12 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ વાતની જાણકારી કપિલે પોતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી હતી. કપિલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે મનજીત સિંહની દિલને સ્પર્શી જતી કહાની. પંજાબી ફિલ્મ ‘સન ઓફ મનજીત સિંહ' 12 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મનો ફર્સ્ટ લુક બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે.

હાલમાં ગુમનામીના અંધકારમાં ગુમ છે કપિલ શર્મા
ઉલ્લેખનીય છે કે પોતાના શો ના સાથી સુનીલ ગ્રોવર સાથે ઝઘડો થયા બાદ કપિલ શર્મા સતત વિવાદોમાં રહ્યો. તેનો શો પણ ફ્લોપ થઈ ગયો. તેની પર્સનલ લાઈફ ઘણી ઉથલપુથલ થઈ જેના કારણે ક્યારેક ટીવી પર રાજ કરનાર કપિલ શર્મા હાલમાં ગુમનામીના અંધકારમાં ગુમ છે.

કપિલના કમબેકની આતુરતાથી રાહ
સમાચાર છે કે ડિપ્રેશન અને દારૂએ કપિલને ઘણુ નુકશાન પહોંચાડ્યુ છે અને આના કારણે તેનુ વજન ઘણુ વધી ગયુ છે જેનો ઈલાજ તે વિદેશમાં કરાવી રહ્યો છે. તેના ચાહકો ભગવાન પાસે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેના કમબેકની આશા રાખી રહ્યા છે.












Click it and Unblock the Notifications
