બુદ્ધમાં નહી જોવા મળે નિગારના નખરાં, તારક મહેતા... માં કૅમિયો!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 30 જાન્યુઆરી : પૌરાણિક શો બુદ્ધમાં હવે નિગારના નખરા નહીં જોવા મળે. નિગાર ખાન આ શોમાં ભગવાન બુદ્ધના કાકી મંગલાનો રોલ કરી રહ્યાં છે કે જે પોતાના પુત્ર દેવદત્તના મોહમાં સિદ્ધાર્થ એટલે કે બુદ્ધ માટે ડગલેને પગલે વિઘ્નો ઊભા કરતી હોય છે. નિગાર ખાન ટુંકમાં જ સબ ટીવીના કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કૅમિયો તરીકે નજરે પડવાનાં છે. તેના માટે તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

nigaar-khan
મળતી માહિતી મુજબ નિગાર ખાન બુદ્ધ શો છોડી દીધો છે. તેમણે ગત 10મી જાન્યુઆરીએ ટ્વીટ કર્યુ હતું - બુદ્ધ સાથેની મારી સફરનો અંત આવતાં ખેદ અનુભવું છું. કેટલાંક ઇશ્યુ ઊભા થતાં હું આ શો છોડી રહી છું. હું મંગલા તરીકેના પાત્રને મિસ કરીશ.

નિગાર ખાને બુધવારે વધુ એક ટ્વીટ કર્યું - મેં બુદ્ધ છોડ્યે એક માસ થઈ ચુક્યો છે. આ નવી શરુઆતનો સમય છે. હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અતિથિ ભૂમિકા માટે શૂટિંગ કરવાનો સમય છે. નોંધનીય છે કે બિગ બૉસ 7 શોના વિજેતા ગૌહર ખાનના બહેન નિગાર ખાન લિપસ્ટિક તથા હોંગે જુદા ના હમ જેવા કાર્યક્રમોમાં ભાગ લઈ ચુક્યાં છે. તેઓ રિયલિટી શો ધ ખાન સિસ્ટર્સ, સચ કા સામના તથા વેકમબાજી મહેમાનનવાજી કીમાં પણ દેખાયા હતાં.

English summary
Nigaar Khan, who was plays as Mangala In Buddha, quit the show. Nigaar Shooting Cameo For Taarak Mehta Ka Ooltah Chashmah.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.