બિગ બોસ 11માં શિલ્પા શિંદેને પાછળ રાખી જીતશે આ!

Written By:
Subscribe to Oneindia News

સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 11 ના ફિનાલેને ગણતરીના કલાકો બાકી છે અને આ સાથે જ સિઝન 11ના વિનરનું નામ જાહેર થઈ જાશે. આ સિઝનમાં પસંદ કરેલા લોકોથી વિવાદ શરૂ થયુ તે આજ સુધી ચાલ્યો હતો. આ સિઝનમાં એટલી ધમાલ અને નવા નવા બનાવો બન્યા જે અગાઉની સિઝન કરતા બિલકુલ અલગ જ હતા. પરંતુ હવે તેના વિજેતાનું નામ જાહેર થવાનો સમય આવી ગયો છે. ત્યારે સહું કોઇની નજર શિલ્પા શિંદે અને હિના ખાન પર આવીને ઊભી રહી ગઇ છે.

સલમાન શિલ્પાના પક્ષે

સલમાન શિલ્પાના પક્ષે

શિલ્પા તેની પસંદગીથી લઇને બિગ બોસના ઘરમાં અનેક ઝઘડાઓના કારણે હંમેશા ચર્ચામાં રહી છે. આ તમામ ઘટનાઓ બાદ પણ ક્યાંકને ક્યાંક સલમાન તેમના પક્ષમાં હોય તેમ સતત જોવા મળ્યુ હતું. તેથી લાગી રહ્યુ છે કે આ સિઝનને શિલ્પા જીતી જશે.

નથી જીતતા આ લોકો

નથી જીતતા આ લોકો

બીજી એક નોંધવા જેવી જો વાત કરવામા આવે તો. સલમાને બિગ બોસની અત્યાર સુધીની સિઝનમાં જે જે કન્ટેસ્ટન્ટને સપોર્ટ કર્યો છે. આ ક્યારે પણ વિજેતા નથી બનતા. આ સિઝનમાં પણ સલમાન ખાન અને કેટલીક વખત તો બિગ બોસ પણ શિલ્પાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. તેથી તેનું આ સિઝન જીતવું થોડું મુશ્કેલ બની શકે છે.

સલમાન ખાનનો મળ્યો સપોર્ટ

સલમાન ખાનનો મળ્યો સપોર્ટ

બિગ બોસ સિઝન 9માં સલમાન ખાનનો સૌથી વધુ સપોર્ટ તનિષા મુખર્જીને મળ્યો હતો. આ ઉપરાંત સિઝન 9માં જ કિશ્વર મર્ચેંટને પણ સલમાન ખાને પુરો સાથ આપ્યો હતો. આ બંન્ને લોકોને સલમાનનો સાથ તો મળ્યો પરંતુ વિજેતા ન બની શક્યા. આ રીતે જ સિઝન 7ની વાત કરીએ તો તેમાં પણ સલમાન અલી અવરામના પક્ષમાં હતા પરંતુ તે પણ હારીને ઘરે જતી રહી.

બિગ બોસ કરવા માંગે છે પરિવર્તન

બિગ બોસ કરવા માંગે છે પરિવર્તન

મળતી માહિતી અનુસાર બિગ બોસમાં ઘણા લાંબા સમયથી વિનરની પસંદગીમાં સલમાન ખાન અને બિગ બોસ જેને સપોર્ટ કરતા હોય છે તે કન્ટેસ્ટન્ટ નહી પરંતુ તે સિવાયના લોકોની જીત થતી હોય છે. બિગ બોસની 11મી સિઝનમાં તેમાં પરિવર્તન કરવામાં આવે તેવું પણ બની શકે છે.

English summary
Latest report Suggest that Not Shilpa Shinde, but Hina Khan might take home the Bigg Boss 11 trophy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.