પતિની માતાનો રોલ ભજવવાનો કર્યો ઇનકાર, સુપરસ્ટાર શોની બહાર

Posted By:
Subscribe to Oneindia News

એક્ટ્રેસ અનુજા સાઠેએ નાના પડદે લાંબા સમય બાદ વાપસી કરી છે. 'પેશવા બાજીરાવ' શોમાં તે બાજીરાવના માતાના રોલમાં જોવા મળી હતી, શોનો આ મહત્વપૂર્ણ રોલ છે, પરંતુ તાજા સમચાર અનુસાર અનુજાએ આ સીરિયલ છોડી દીધી છે, જેની પાછળનું કારણ છે શોમાં અનુજાના પતિની એન્ટ્રી.

પેશવા બાજીરાવ

પેશવા બાજીરાવ

'પેશવા બાજીરાવ' શોમાં લિપ પછીની કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું, જેમાં અનુજાના પતિ સૌરભ ગોખલેની પસંદગી થઇ છે. આ શોમાં સૌરભ બાજીરાવના મોટા ભાઇ ચિમાજી અપ્પાના રોલમાં જોવા મળનાર છે. જો અનુજાએ સીરિયલ કન્ટિન્યુ કરી હોત તો તે સૌરભની ઓન સ્ક્રિન માતાના રોલમાં હોત. આ કારણે અનુજાએ સીરિયલ છોડી દીધી છે.

માંનું પાત્ર ભજવવા નથી માંગતી

માંનું પાત્ર ભજવવા નથી માંગતી

અનુજાએ આ અંગે કહ્યું કે, હું હાલ કોઇ 25 વર્ષના યુવકની માતાનું પાત્ર ભજવવા નથી માંગતી, આથી મેં શો છોડવાનો નિર્ણય લીધો છે. પતિ સાથે શૂટિંગ નહીં કરવાનો મને અફસોસ રહેશે, પરંતુ હાલ હું માતાનો રોલ કરવા નથી માંગતી. જો કે, ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસિસ છે, જે સીરિયલમાં પોતાની ઉંમર કરતાં બમણી ઉંમરના પાત્રમાં જોવા મળે છે.

દિવ્યંકા ત્રિપાઠી

દિવ્યંકા ત્રિપાઠી

'યે હે મોહબ્બતેં' સીરિયલમાં ડૉ.ઇશિતાના પાત્રમાં લોકપ્રિય થયેલ દિવ્યંકા પણ હાલ શોમાં આદિ અને રૂહીની માતાના રોલમાં જોવા મળી રહી છે. શોમાં ઇશિતાના પુત્ર આદિના લગ્ન બાદ હવે તે સાસુની ભૂમિકા પણ ભજવી રહી છે.

દેવોલીના ભટ્ટાચાર્જી

દેવોલીના ભટ્ટાચાર્જી

'સાથ નિભાના સાથિયા'માં ગોપીના પાત્રમાં જોવા મળતી દેવોલીના રિયલ લાઇફમાં મેરિડ નથી. પરંતુ આ શોમાં તે દાદી બની ચૂકી છે. આ શો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. દેવોલિનાનું ગોપી વહુનું પાત્ર બહુ, માતા, સાસુ અને હાલ દાદીના તબક્કામાં છે.

આમ્રપાલી ગુપ્તા

આમ્રપાલી ગુપ્તા

આમ્રપાલી હાલ 'ઇશ્કબાઝ' શોમાં શિવાયના ભાઇ માહીની માતાના રોલમાં જોવા મળી રહી છે. શોમાં તેનું નેગેટિવ પાત્ર છે. આ પહેલાં તે 'કુબૂલ હે' સીરિયલમાં પણ માતાની ભૂમિકા ભજવી ચૂકી છે.

સ્નેહા વાઘ

સ્નેહા વાઘ

સીરિયલ 'વીરા'માં સ્નેહા વાઘ માતાની ભૂમિકામાં જોવા મળી હતી. આ શોમાં તેણ નાનકડી 5-7 વર્ષની વીરાથી માંડીને 20 વર્ષની વીરાની માતાનો રોલ ભજવ્યો હતો.

પરિધિ શર્મા

પરિધિ શર્મા

'જોધા અકબર' સીરિયલમાં જોધાનું પાત્ર ભજવી લોકપ્રિય બનનાર એક્ટ્રેસ પરિધિએ આ શોમાં રાજકુમારી જોધાથી માંડીને રાજમાતા સુધીની ભૂમિકા ભજવી હતી. તે સીરિયલમાં 20 વર્ષના સલીમની માતા તરીકે જોવા મળી હતી.

English summary
‘Peshwa Bajirao’ actress Anuja Sathe LEFT the show as she doesn’t want to play MOTHER to husband Saurabh Gokhale.
Please Wait while comments are loading...