સૈફ અલી ખાનનું ચોંકાવનારું નિવેદન, પૈસા હોય તો મારી દીકરી સારાને લઈને જાવ
એક તરફ જ્યાં સારા અલી ખાન કેદારનાથ ફિલ્મ ઘ્વારા પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે. ત્યાં જ બીજી બાજુ સારા અલી ખાન પોતાના પિતા સૈફ અલી ખાન સાથે પણ જોવા મળશે.
એક તરફ જ્યાં સારા અલી ખાન કેદારનાથ ફિલ્મ ઘ્વારા પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે. ત્યાં જ બીજી બાજુ સારા અલી ખાન પોતાના પિતા સૈફ અલી ખાન સાથે પણ જોવા મળશે.
અલી ખાન પોતાના પિતા સૈફ અલી ખાન સાથે કોફી વિથ કરણના નવા એપિસોડમાં જોવા મળશે. તેનો પ્રોમો પણ ખુબ જ જોરદાર લાગી રહ્યો છે. જયારે કરણ જોહરે સૈફ અલી ખાનને પૂછ્યું કે તેઓ સારા અલી ખાનના બૉયફ્રેંડને કયા ત્રણ સવાલ પહેલા પૂછશે.
આ પણ વાંચો: સારા અલી ખાને એવું તો શું કર્યું કે ઢાંકવો પડ્યો ચહેરો?
આ સવાલ પર સૈફ અલી ખાને પોતાના અંદાઝમાં જવાબ આપતા કહ્યું કે પોલિટિકલ વ્યુ અને ડ્રગ્સ. તેના પર કરણ જોહરે વાતને આગળ વધારીને કહ્યું કે તેઓ પૈસા વિશે પૂછવાનું યોગ્ય નથી માનતા.
#SaifAliKhan breaking #DadStereotypes in style. #KoffeeWithKaran #KoffeeWithSaif #KoffeeWithSara pic.twitter.com/nFU84C0Q0U
— Star World (@StarWorldIndia) November 11, 2018
તેના પર સૈફ અલી ખાને તરત જ કહ્યું કે પૈસા છે, તો મારી દીકરી સારા સાથે લગ્ન કરી શકો છો. જો પૈસા છે તો સારાને લઈને જાઓ. ત્યારે સારા તેના પિતાને સમજાવે છે કે તેઓ આવું નહીં કહી શકે, આ ખોટું છે.

વિવાદોમાં કેદારનાથ
આપને જણાવી દઈએ કે આ પહેલા ઉત્તરાખંડમાં હાજર કેદારનાથના તીર્થ પુરોહિતો ઘ્વારા ફિલ્મ અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમને કહ્યું હતું કે આ ફિલ્મ હિન્દુઓની ભાવનાને આહટ કરી રહી છે એટલા માટે તેને બેન કરી દેવી જોઈએ. આ લવ જિહાદ પર બનેલી ફિલ્મ છે. હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટ અનુસાર પુરોહિતોનુ કહેવું છે કે કેદારનાથ ફિલ્મ બેન નહીં થઇ તો અમે આંદોલન કરીશુ.

લિપલોક સીન પણ વિવાદનું કારણ
આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત છે. આ ફિલ્મમાં ઉત્તરાખંડમાં આવેલી ત્રાસદી દર્શાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે. ફિલ્મના ગીતો પર પણ લોકો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મમાં એક લિપલોક સીન પણ છે જેના પર વિવાદ ચાલી રહ્યો છે.

ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. અભિષેક કપૂરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પુરમાં ફસાયેલા એક હિન્દૂને એક મુસ્લિમ ઘ્વારા બચાવવાની અને ત્યારપછી બંને વચ્ચે થયેલા પ્રેમની કહાની બતાવે છે. એટલા માટે પુરોહિત ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપી રહી છે.












Click it and Unblock the Notifications
