મારી અંદર એક ડાન્સર પણ છુપાયેલો છે : શાન
મુંબઈ, 12 એપ્રિલ : તનહા દિલ તનહા સફર... જબ સે તેરે નૈના... અને ચાંદ સિફારિશ... જેવા ગીતો માટે જાણીતાં ગાયક શાન ટુંકમાં જ ટેલીવિઝન ડાન્સ શો ઝલક દિખલા જાની છઠી આવૃત્તિમાં દેખાશે. તેમનું કહેવું છે કે તેમને હંમેશાથી નૃત્ય કરતાં આવડે છે, પરંતુ તેમણે આ દિશામાં ક્યારેય કામ કર્યું નથી.

41 વર્ષીય શાને જણાવ્યું - મારૂં માનવું છે કે મારી અંદર એક છુપાયેલો ડાન્સર પણ છે. મેં તે અંગે ક્યારેય કામ કર્યું નથી, પરંતુ ક્યાંકને ક્યાંક મારા મગજમાં તે ચાલતું હતું.
શાને જણાવ્યું કે જ્યારે શરુઆતમાં ઝલક દિખલા જા જેવા શો તરફથી એક પ્રતિસ્પર્ધક તરીકે જોડાવાની ઑફર આવી, તે તેઓ ડરી ગયા હતાં. તેમણે જણાવ્યું - મારો ડાન્સ કરવાનો કૌશ્ય સૌની સામે આવવાથી હું બી ગયો હતો. તેથી મેં તેને ગંભીરતાથી લીધું નહોતું, પરંતુ મારી પત્નીએ જણાવ્યું કે જો તમે આજે નહીં, તો ક્યારે કરશો? પત્નીએ મને એમ કરવાનું કહ્યું અને મેં કર્યું.
નોંધનીય છે કે ઝલક દિખલા જા 6 ડાન્સ શોના પ્રતિસ્પર્ધકોની અંતિમ યાદી બહાર પડવાની બાકી છે. મળતી માહિતી મુજબ ટેલીવિઝન અભિનેતા સિદ્ધાર્થ શુક્લા તથા કરણવીર બોહરા પણ શાન સાથે શોથી જોડાશે.












Click it and Unblock the Notifications
