મહારાણા પ્રતાપના અકબરને ગંભીર બીમારી, હવે અરિશ કરશે રોલ
મુંબઈ, 17 ઑક્ટોબર : આજકાલ સોની પર એક રીયલ હીરો શો ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપની ટીઆરપી ઘણી હાઈ છે, પણ શોમાં કિશોરવયના અકબરનો રોલ કરતાં અભિનેતા સાહિલ દેશમુખની હાલત સારી નથી. તેને લિમ્ફૉઇડ લ્યુકેમિયા નામની બીમારી થઈ ગઈ છે કે જેથી સાહિલે શો છોડી દીધો છે. સાહિલના સ્થાને અરિશ ભિવંડીવાલાને સાઇન કરવામાં આવ્યો છે. અરિશ હૃતિક રોશન અભિનીત અગ્નિપથ ફિલ્મમાં બાળક વિજય ચૌહાનની ભૂમિકા ભજવીહતી.
સાહિલ દેશમુખ વિશે તેની માતા રેશ્મા દેશમુખે મીડિયાને જણાવ્યું - સાહિલને લિમ્ફૉઇડ લ્યુકેમિયા નામની બીમારી થઈ છે. તેથી તેને કાર્યક્રમ વચ્ચે છોડવો પડ્યો. સાહિલ બહુ નિરાશ છે. સાહિલ ઘણા વખતથી અસ્વસ્થ હતો, પણ ગત 11મી ઑક્ટોબરે તેના પરિવારને જાણ થઈ કે તે એક ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો.રેશ્માએ જણાવ્યું - સાહિલ થોડાક વખતથી બીમાર હતો. તે સાજો થયો, પણ અચાનક તેને તાવ આવી ગયો અને તેને હૉસ્પિટલે દાખવ કરવો પડ્યો. તબીબોએ અસ્થિ-મજ્જા પ્રત્યારોપણની સલાહ આપી અને પછી આ બીમારી અંગે જાણ થઈ. 16 વર્ષીય સાહિલને મુંબઈની અંધેરી ખાતે આવેલી હોલી સ્પિરિટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.













Click it and Unblock the Notifications
