16 વર્ષની એક્ટ્રેસ સાથે Kissing સીન? પણ પછી થયું કંઇક આમ...

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ ફિલ્મોની જેમ જ ટીવીમાં પણ હવે અનેક સીરિયલોમાં કિસિંગ સીન બતાવવામાં આવે છે. પણ એક 16 વર્ષની સ્ટારના કિસિંગ સીનને લઇને એક હીટ ટીવી શોમાં ભારે વિવાદ ઊભો થઇ ગયો છે. તુ આશિકી માં પંક્તિ અને અહાનની લવ સ્ટોરીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ શોમાં પંક્તિની મુખ્ય ભૂમિકા જન્નત જુબેર ભજવી રહી છે. જેની ઉંમર ખાલી 16 વર્ષની છે. અને મેલ લીડમાં રિત્વિક અરોડા અહાનનો રોલ ભજવી રહ્યા છે.

રોમાન્ટીક સીન

રોમાન્ટીક સીન

હાલમાં સિરીયલમાં આ બંને વચ્ચે રોમાન્સ બતાવવામાં આવી રહ્યો છે. અને રાઇટરોએ પણ આ બંને માટે અનેક રોમેન્ટિક સીન લખ્યા છે. શોની ટીમ તમામ સીનો ફિલ્માવવા ઇચ્છતી હતી. જેમાં એક કિસિંગ સીન હોવાની પણ ચર્ચા ઉઠી હતી. જો કે 16 વર્ષની જન્નતની માંને આ પ્લાનિંગ ખોટી લાગી. અને તેમણે પૂરી ટીમ આગળ આ વાત માટે ના પાડી દીધી. જે પછી શોના નિર્માતા અને જન્નતની માં વચ્ચે તીખો વિવાદ પણ થયો તેવું એક વેબસાઇટ દ્વારા જાણવા મળ્યું છે.

પંક્તિ

પંક્તિ

ઉલ્લેખનીય છે કે પંક્તિની ભૂમિકા ભજવનારી જન્નત ખાલી 16 વર્ષની જ છે. અને આટલી નાની ઉંમરે કિસિંગ સીન આપવાની પરવાનગી જન્નતની માતાએ ના આપી. ઉલ્લેખનીય છે કે જન્નત નાનપણમાં ફુલવાની ભૂમિકાથી ફેમસ થઇ હતી. તે પછી તેણે મહારાણા પ્રતાપમાં પણ ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. જો કે આવું પહેલીવાર નથી બની રહ્યું જ્યારે કોઇ એક્ટરે કિસિંગ સીન માટે ના પાડી હોય

કિસિંગ સીન

કિસિંગ સીન

આ પહેલા અનેક જાણીતી સિરિયલની લિડિંગ લેડી પણ કિસિંગ સીનને ના પાડી ચૂકી છે. કૃતિકા સેંગર, માહી વીજે, એશ્વર્યા સખુજા જેવી ટીવીની જાણીતી અભિનેત્રીઓએ આ અંગે પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. વળી ઇકબાલ ખાન જેવા લીડ એક્ટર પણ કિસિંગ સીન માટે ના પાડી ચૂક્યા છે.

English summary
There is buzz that Tu Aashiqui Makers Order 16-Yr-Old Jannat Zubair kiss onscreen.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.