#BiggBoss10 :રાધે માં સાથે પ્રત્યુશાનો બોયફ્રેન્ડ, બીજા પણ નામ છે લિસ્ટમાં
હાલમાં જ આપણે બધા એ બિગબોસ 10નો પ્રોમો જોયો હવે, ખબર આવી રહી છે બિગબોસ 10ના પહેલા એપિસોડ વિશે. મળતી માહિતી મુજબ બિગબોસ 10નો પહેલો એપિસોડ 16 ઓક્ટોબરે આવી રહ્યો છે અને દરેક સીઝનની જેમ સલમાન ખાન જ આ સીઝન હોસ્ટ કરશે.
આપણે જણાવી દઈએ કે આ સીઝનમાં સેલિબ્રિટી સાથે સાથે આમ આદમી પણ જોવા મળશે. આ વખતના બધા જ કન્ટેસ્ટન્ટને પસંદ પણ કરી લેવામાં આવ્યા છે. બિગબોસ 10નો પ્રોમો જેમાં સલમાન ખાન એસ્ટ્રોનોટનો ડ્રેસ પહેરીને નજરમાં આવી રહ્યાં છે તે ખરેખરમાં સુંદર લાગી રહ્યું છે.
આમ આદમી સાથે સાથે કઈ કઈ સેલિબ્રિટીઝ હશે તે પણ જાણવું ખુબ જ રસપ્રદ રહશે. મળતી માહિતી મુજબ આ સીઝનમાં વિવાદોમાં રહેનાર સેલિબ્રિટીઝ જોવા મળી શકે છે. તો આજે અમે આપણે બતાવવા જઈ રહ્યા છે કેટલાક એવા ચેહરાઓ જે ખુબ જ વધારે વિવાદમાં રહ્યા હતા.

રાધે માં
રાધે માં નું નામ ખુબ જ વધારે વિવાદોમાં જોડાયેલું છે. રાધે માં ચોક્કસ બિગબોસ ના ઘરમાં તહેલકો મચાવી શકે છે.

કબીર બેદી
જીવનમાં છોકરીઓ સાથે પોતાના સંબંધને લઈને ચર્ચામાં રહેલા કબીર બેદી પણ કોઈના કરતા ઓછા નથી.

શાહીની આહુજા
શાહીની આહુજાનું કરિયર ત્યારે ડૂબી ગયું જયારે તેના પર નોકરાણી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો.

સના સઈદ
ચાઈલ્ડ આર્ટિસ્ટમાં તેને ખુબ જ નામ કમાવ્યુ હતું અને તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં પણ જોવા મળી હતી.

રાહુલ રાજ
હાલમાં રાહુલ રાજ ઘણા જ વિવાદોમાં ચાલી રહ્યા છે. તેમના પર તેમની ગર્લફ્રેન્ડ પ્રત્યુશાને આત્મહત્યા કરવા માટે ઉક્સાવવાનો આરોપ છે.

સુનિલ ગ્રોવર
કોમેડી ઘ્વારા લોકોને હસાવનાર સુનિલ ગ્રોવર બિગબોસમાં કોમેડીનો તડકો લગાવી શકે છે.

અરમાન જૈન
બોલિવૂડના કપૂર ખાનદાનથી પોતાનો સંબંધ ધરાવનાર અરમાન જૈન પણ તડકો લગાવી શકે છે.

નક્ષત્ર બગાવે
નક્ષત્ર બગાવે ડાયરેક્ટર, ફિલ્મકાર અને ગે રાઈટ એક્ટિવિસ્ટ છે.












Click it and Unblock the Notifications
