For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ બિગ બૉસમાં રમાતું રાજકારણ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 31 ઑક્ટોબર : બિગ બૉસમાં જે કઈં થાય, તે અલગ જ હોય છે. સૌથી અલગ. અહીં પ્રતિસ્પર્ધીઓ વચ્ચે અફૅર પણ થાય છે, લગ્ન પણ થાય છે, બ્રેકઅપ પણ થાય છે, લડાઈ-ઝગડાં પણ થાય છે અને હવે રાજકારણ પણ રમાઈ રહ્યું છે. આ ઘરમાં કઈં જ ન હોવા છતાં બધુ જ છે. મનોરંજન, મસાલો, રોમાંસ, ફાઇટ, બધું જ. દર વર્ષની જેમ આ વર્ષે પણ બિગ બૉસમાં કઈંકને કઈંક નવું પીરસવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે.

સલમાન ખાને આ વખતના બિગ બૉસની સીઝનની શરુઆતમાં જણાવ્યું હતું કે આ વખતના બિગ બૉસ અલગ હશે. આ વખતે લડાઈ-ઝગડાં નહિં થાય. કોઈ કોઈને અપશબ્દ નહિં કહે અને બાળકો પણ પોતાના માતા-પિતા સાથે બેસી આ શોનો આનંદ લઈ શકશે. હવે આ વખતે બિગ બૉસે ઘરના સભ્યોને રાજકારણ રમવાનું કહ્યું છે.

બિગ બૉસના પ્રતિસ્પર્ધીઓ એમ પણ વોટઆઉટ માટે રાજકારણી જેવી જ વ્યુહરચનાઓ અજમાવે છે. હવે ઑફિશિયલી રાજકારણ રમી રહ્યાં છે. તો આવો આપ પણ જુઓ કે કઈ રીતે બિગ બૉસનું ઘર ધીરે-ધીરે સંસદમાં પરિવર્તિત થતું જઈ રહ્યું છે. કઈ રીતે એક પાર્ટીના સભ્યો બીજી પાર્ટીના સભ્યોને મૂર્ખ બનાવી પોતાની બાજુ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

લક્ઝરી બજેટ માટે રાજકારણનું ટાસ્ક

લક્ઝરી બજેટ માટે રાજકારણનું ટાસ્ક

ગત સપ્તાહ બિગ બૉસના ઘરના સભ્યોને બાદશાહ-ગુલામનું ટાસ્ક અપાયુ હતું. તેમાં નવજ્યોતસિંહ સિદ્ધૂએ બરાબર પ્રદર્શન નહોતુ કર્યું અને આખા ઘરને તેની સજા મળી. એક આખો દિવસ ઘરે પાણી નહોતુ આવ્યું અને પછી લક્ઝરી બજેટ પણ ઝીરો મળ્યું. આ વખતે બિગ બૉસે પ્રતિસ્પર્ધીઓને રાજકારણ રમવાનું ટાસ્ક આપ્યું છે. આ ટાસ્ક દરમિયાન બંને બેડરૂમો બે પાર્ટી ઑફિસોમાં પરિવર્તિત કરાયાં છે અને બે રાજકીય પક્ષોમાં ઘરના સભ્યોને વહેંચી નાંખવામાં આવ્યાં છે.

ઉર્વશી બન્યાં આંખ પાર્ટીના નેતા

ઉર્વશી બન્યાં આંખ પાર્ટીના નેતા

બિગ બૉસ કન્ટેસ્ટંટ ઉર્વશી ધોળકિયાને બિગ બૉસે આંખ પાર્ટીના લીડર બનાવ્યાં છે. આ પાર્ટીનો નારો છે હમેં આપસે પ્યાર-હમ નહીં હોને દેંગે આપ પર અત્યાચાર. ઉર્વશીના સહાયક બન્યાં છે રાજીવ પૉલ.

નિકેતન બન્યાં બીજી પાર્ટીના નેતા

નિકેતન બન્યાં બીજી પાર્ટીના નેતા

નિકેતનને બિગ બૉસે બીજી પાર્ટીના લીડર બનાવાયાં છે. આ પાર્ટીનો નારો છે - દેશ બચાઓ-ભ્રષ્ટાચાર હટાઓ. નિકેતનના સહાયક બન્યાં છે નવજ્યોતસિંહ સિદ્ધૂ.

પ્રતિસ્પર્ધીઓને લાગ્યો રાજકારણનો રંગ

પ્રતિસ્પર્ધીઓને લાગ્યો રાજકારણનો રંગ

બિગ બૉસે જેવું જ રાજકારણનું ટાસ્ક આપ્યું કે ઘરના પ્રતિસ્પર્ધીઓ યારી-દોસ્તી-મિત્રતા ભુલાવી રાજકારણના રંગે રંગાઈ ગયાં. એક બાજુ ઉર્વશીએ ફુલ રાજકારણીની જેમ સામ-દામ-દંડ-ભેદની ટેક્નિક અપનાવવાની શરુઆત કરી દીધી, તો નિકેતન અને સિદ્ધૂએ ઘરના સભ્યોને પોતાની પાર્ટીમાં લાવવા તરેહ-તરેહની વ્યુહરચનાઓ અપનાવી.

ઉર્વશીની પાર્ટીના સભ્યો

ઉર્વશીની પાર્ટીના સભ્યો

બિગ બૉસે સભ્યોને જણાવ્યું કે તેઓ પોતાની મરજી મુજબ કોઈ પણ એક પાર્ટી સાથે જોડાઈ શકે છે અને જે પક્ષને બહુમતી મળશે, તે જીતી જશે. ઉર્વશીની ટીમમાં આશિકા, સના, ડેલનાઝ, બ્રજેશ તેમજ રાજીવ જોડાયાં.

નિકેતનની પાર્ટીના સભ્યો

નિકેતનની પાર્ટીના સભ્યો

નિકેતનની પાર્ટીમાં સમ્પત પાલ, સિદ્ધૂ, અસીમ, કરિશ્મા અને સપના જોડાયાં. સપના નહોતા ઇચ્છતાં કે તેમના કારણે ફરી વાર અસીમ વોટઆઉટ થાય. તેથી તેમણે અસીમ સાથે જ જવાનો નિર્ણય કર્યો.

ઉર્વશીએ રમી રમત

ઉર્વશીએ રમી રમત

ઉર્વશીએ આ ટાસ્ક જીતવા અનેક રમતો રમી. તેમણે પોતાના સહાયક રાજીવ પર રોષ વ્યક્ત કરી બીજી પાર્ટીને એમ જણાવવાનો પ્રયાસ કર્યો કે તેમની પાર્ટીમાં ફૂટ છે અને તેમના સહાયક કોઈ જ કામના નથી, જેથી નિકેતન પણ સિદ્ધૂને વગર કામના સમજે. રાજીવ, ડેલનાઝ, આશિકા અને સનાએ ઉર્વશીની આ રમતમાં તેમનો સાથ આપ્યો.

સપના અને આશિકા વચ્ચે ઝગડો

સપના અને આશિકા વચ્ચે ઝગડો

બિગ બૉસે જણાવ્યું કે બંને પક્ષોએ બહારના એરિયામાં પોતાનું ચુંટણી ચિહ્ન રોશન રાખવું છે. આગ જલાવવા માટે સપનાએ કિચનમાંથી ચમીટો લઈ લીધો. આશિકા જ્યારે કિચનમાં આવ્યાં, તો ચમીટો ન જોઈ ગુસ્સે ભરાયાં. પછી ખબર પડી કે ચમીટો સપના પાસે હતો, તો આ વાતને લઈને બંનેએ એક-બીજાને પીઠ પાછળ ઘણું ભલુ-બુરૂ સંભળાવ્યું.

આશિકાએ સમ્પત પાલને સુણાવ્યું

આશિકાએ સમ્પત પાલને સુણાવ્યું

સમ્પત પાલે જ્યારે કહ્યું કે તેઓ નિકેતનની પાર્ટીમાં જોડાશે, તો આશિકા અને ઉર્વશી પિત્તો ગુમાવી બેઠાં. આશિકાએ સમ્પત પાલને સુણાવ્યું કે જે છોકરીઓ તેમની સેવા કરે છે, તેઓ તેમની વિરુદ્ધ થઈ ગયાં છે. સમ્પતજીને આ વાતથી ગુસ્સો આવ્યો અને તેમણે જણાવ્યું-હું એ જ કરીશ, જે મને યોગ્ય લાગે છે.

બ્રજેશે બદલી પાટલી

બ્રજેશે બદલી પાટલી

બ્રજેશ પહેલાં તો નિકેતની પાર્ટીમાં ચાલ્યા ગયાં અને તેમને ટેકો આપ્યો. પરંતુ બાદમાં દિવસ ખતમ થવા સુધી તેમણે પાટલી બદલી અને ઉર્વશીની પાર્ટી સાથે જોડાયાં.

English summary
Bigg Boss participants are playing politics in the house. This weekend two voted out participants will be eliminated from the house. During this task both party members are trying to attract other members so that they can win the task.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X