For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાંડવ સીરિઝઃ બેકફૂટ પર એમેઝોન પ્રાઈમ, વાંધાજનક સીન પર કોઈ શરત વિના માંગી માફી

કોર્ટની ઘણી તારીખો બાદ હવે એમેઝોન પ્રાઈમ બેકફૂટ પર જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાલમાં જ Amazon પ્રાઈમ વીડિયો (India) પર સૈફ અલી ખાનની વેબ સીરિઝ 'તાંડવ' રીલિઝ થઈ હતી. આમ તો આ સીરિઝ પોલિટિકલ ડ્રામા પર બેઝ્ડ હતી પરંતુ આના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ લાગ્યા. જે બાદ ઘણા રાજ્યોમાં તાંડવના મેકર્સ અને વિવાદિત સીન કરનાર એક્ટર જીશાન અયુબ પર કેસ થયો હતો. કોર્ટની ઘણી તારીખો બાદ હવે એમેઝોન પ્રાઈમ બેકફૂટ પર જોવા મળી રહી છે. સાથે જ તેણે વિવાદિત સીન માટે કોઈ શરત વિના માફી માંગી લીધી છે.

નિવેદન જાહેર કરીને કહી આ વાત

નિવેદન જાહેર કરીને કહી આ વાત

એમેઝોન પ્રાઈમે મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે હાલમાં જ રીલિઝ થયેલી તાંડવ ફિલ્મના ઘણા સીન દર્શકોને વાંધાજનક લાગ્યા. સાથે જ તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચી પરંતુ તેમનો હતુ કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. જેવુ તેમને વાંધાજનક કન્ટેન્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમણે તરત જ તેને એડિટ કરીને હટાવી દીધુ. કંપની બધાની આસ્થાનુ સમ્માન કરે છે. સાથે જ તે કોઈ શરત વિના ફરીથી માફી માંગે છે.

'કાયદાનુ કરે છે પાલન'

'કાયદાનુ કરે છે પાલન'

કંપનીએ આગળ કહ્યુ કે તેમની ટીમ વિષય મૂલ્યાંકનનુ પાલન કરે છે. આ ઉપરાંતતે દર્શકોને વધુ સારી સેવાઓ આપવા માટે સમયે સમયે ફેરફાર પણ કરતા રહે છે. તેમનો હેતુ ભારતીય કાયદાના અનુપાલનનો રહે છે. આ ઉપરાંત તે બધા ધર્મો, સંસ્કૃતિઓ અને આસ્થાનુ સમ્માન કરે છે. કંપની આગળ પણ પોતાના સહયોગીઓ સાથે આ દિશામાં કામ કરતી રહેશે.

કયા સીન પર થયો વિવાદ?

કયા સીન પર થયો વિવાદ?

તાંડવ સીરિઝ ઘણી હિટ રહી જેમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. વેબ સીરિઝની શરૂઆતમાં કૉલેજમાં એક સ્ટેજ શોનો સીન છે જેમાં એક્ટર જીશાન અયુબ ભગવાન શિવના રોલમાં રહે છે જ્યારે એક બીજો એક્ટર ભગવાન શ્રીરામના રોલમાં. આ દરમિયાન બંનેએ ઘણા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વેબ સીરિઝ સામે પ્રદર્શન થવા લાગ્યા અને ઘણા રાજ્યોમાં મેકર્સ સામે FIR નોંધવામાં આવી. સાથે જ તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યો.

Gujarat Budget 2021 Live: આજે ગુજરાત વિધાનસભાનુ 77મુ બજેટ રજૂ કરશે નિતિન પટેલGujarat Budget 2021 Live: આજે ગુજરાત વિધાનસભાનુ 77મુ બજેટ રજૂ કરશે નિતિન પટેલ

English summary
Amazon prime video apologized on objectionable scenes in Tandav series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X