For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બૉમ્બે બેગમ' વિવાદ પર પૂજા ભટ્ટની સફાઈ, કહ્યુ - ડ્રગ્ઝ સેવનને પ્રોત્સાહન નથી આપતી આ સીરિઝ

રિલીઝ બાદ જ બૉ્મ્બે બેગમ સીરિઝ પણ વિવાદોમાં ઘેરાઈ ગઈ. આ મામલે પૂજા ભટ્ટે સફાઈ આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર વેબ સીરિઝ 'બૉમ્બે બેગમ' રિલીઝ થઈ હતી. જેમાં પાંચ મહિલાઓની કહાની બતાવવામાં આવી છે. રિલીઝ બાદ જ આ સીરિઝ પણ વિવાદોમાં ઘેરાઈ ગઈ. આના એક સીનમાં 13 વર્ષની બાળકીને ડ્રગ્ઝ લેતી બતાવવામાં આવી છે. આ ઉપરાંત સગીરાઓના કેઝ્યુઅલ સેક્સના પણ સીન છે. આ સીરિઝમાં સ્કૂલના બાળકોનો જેવો રોલ બતાવવામાં આવ્યો હતો તેના પર બાળ કમિશને નેટફ્લિક્સને નોટિક મોકલીને જવાબ માંગ્યો હતો. વળી, આ મામલે પૂજા ભટ્ટે સફાઈ આપી છે. આ સીરિઝ દ્વારા પૂજાએ બે દશક બાદ એક્ટિંગ ફીલ્ડમાં કમબેક કર્યુ છે.

સંસ્થાઓમાં પણ વિવિધ પ્રકારના લોકો શામેલ

સંસ્થાઓમાં પણ વિવિધ પ્રકારના લોકો શામેલ

ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં પૂજાએ કહ્યુ કે 1974માં મારા પિતા 'મંઝિલે ઓર ભી હે' નામથી ફિલ્મ બનાવી હતી જેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બાદમાં 1999માં મે 'જખ્મ' બનાવી. એ દરમિયાન સેન્સર બોર્ડના પ્રમુખે તેને સર્ટિફિકેટ આપવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ બાદમાં એનડીએ સરકારમાં એ ફિલ્મને નેશનલ અવૉર્ડ મળ્યા. તો મને લાગે છે કે છેવટે તમારો ઈરાદો સત્તામાં બેઠેલા લોકો દ્વારા સમજવામાં આવે છે. વળી, સંસ્થાઓમાં પણ વિવિધ પ્રકારના લોકો શામેલ છે. જેમના પોતાના પૂર્વગ્રહ, સમજ અને દુનિયાને જોવાની રીત અલગ હોય છે.

કોઈ પણ રીતે ડ્રગ્ઝના સેવનને પ્રોત્સાહન આપતી નથી

કોઈ પણ રીતે ડ્રગ્ઝના સેવનને પ્રોત્સાહન આપતી નથી

પૂજાએ આગળ કહ્યુ કે પહેલા વાત તો એ કે 'બૉમ્બે બેગમ' એક કાલ્પનિક કથા છે. વળી, બીજુ એ 5 અલગ અલગ મહિલાઓની કહાની બતાવી રહી છે જે ઉંમરના અલગ-અલગ પડાવ પર છે. આમાં કોઈ 13 વર્ષ તો કોઈ 49 વર્ષની છે. મારુ માનવુ છે કે જ્યારે પણ હું બૉમ્બે બેગમને જોઉ છુ તો તેમાં મારી જીત નથી દેખાતી. મને અમૃતસર, નેધરલેન્ડ, નૈરોબીથી મેસેજ મળી રહ્યા છે. એ સ્થળ જે સામાન્ય રીતે પારંપરિક ભારતીય સિનેમાને જોતા રહે છે, તે કહાની પ્રતિક્રિયા નથી આપી રહ્યા. એવામાં મારુ માનવુ છે કે પંચ સાથે બેસીને તેમને વાત કરવી જોઈએ. પૂજા અનુસાર આ સીરિઝ કોઈ પણ રીતે ડ્રગ્ઝના સેવનને પ્રોત્સાહન આપતી નથી.

શું કહ્યુ હતુ બાળ કમિશને?

શું કહ્યુ હતુ બાળ કમિશને?

બાળ કમિશને નોટિસ જાહેર કરીને કહ્યુ છે કે નેટફ્લિક્સે બાળકો અંગે કે બાળકો માટે કોઈ પણ સામગ્રીને સ્ટ્રીમ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત નેટફ્લિક્સને આ મામલે સફાઈ માંગી હતી. ઓટીટી પ્લેટફોર્મની સીરિઝ પર વિવાદનો આ કોઈ પહેલો મામલો નથી. આ પહેલા એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવેલી સીરિઝ તાંડવ પર પણ જોરદાર વિવાદ થયો હતો.

બિગ બૉસ કપલ એજાઝ-પવિત્રા લગ્ન વિના રહેશે સાથે, જણાવ્યુ લિવ-ઈનમાં રહેવાનુ આ કારણબિગ બૉસ કપલ એજાઝ-પવિત્રા લગ્ન વિના રહેશે સાથે, જણાવ્યુ લિવ-ઈનમાં રહેવાનુ આ કારણ

English summary
Pooja Bhatt on Netflix web series Bombay Begums, 'This series does not promote drugs'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X