31 ડિસેમ્બર બાદ રૂ.500-1000ની જૂની નોટ રાખનારને 10 હજારનો દંડ

Written By:
Subscribe to Oneindia News

નોટબંધી બાદ બેંકમાં જૂની નોટો જમા કરાવવાની સમયમર્યાદા 30 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઇ રહી છે, આ પછી રૂ.500 અને 1000ની જૂની નોટો રાખનારને ઓછામાં ઓછો રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર વટહુકમ પણ બહાર પાડશે, જે સ્વીકૃતિ માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. જૂની નોટો રાખનાર માટે જેલની સજાની કોઇ જોગવાઇ કરવામાં નથી આી, પરંતુ ઓછામાં ઓછો 10 હજારનો દંડ ચોક્કસ ભરવાનો રહેશે.

demonetization

વધુમાં વધુ 10 નોટ રાખી શકાશે

નવા આદેશ અનુસાર 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની લેવડ-દેવડ પર પ્રતિબંધ છે, સાથે જ તમે માત્ર દસ જૂની નોટો જ સાથે રાખી શકશો. કેન્દ્ર સરકારે જે નવો વટહુકમ બહાર પાડ્યો છે એનું નામ છે ધ સ્પેસિફાઇડ બેંક નોટ્સ ઓફ લાયાબિલિટિઝ ઑર્ડિનેંસ, જેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે અનુસાર 30 ડિસેમ્બર પછી જૂની નોટો માત્ર RBI માં જ જમા કરાવી શકાશે, પરંતુ આ માટે તમારે યોગ્ય કારણ રજૂ કરવાનું રહેશે.

જૂની નોટો જમા કરવાની સમયમર્યાદા પૂરી થયા બાદ જૂની નોટો રાખનારને ઓછામાં ઓછો દસ હજારનો દંડ ફટકારવામાં આવશે, આ અંગે કેન્દ્ર સરકાર વટહુકમ બહાર પાડવા જઇ રહી છે.

અહીં વાંચો - 500 ની નવી નોટ બની મુસીબત, જરૂર જાણો આ વાતો

નોટબંધીના નિર્ણય બાદ આનો વિરોધ કરનારાઓને નાણામંત્રી અરુણ જેટલીએ જવાબ આપતાં કહ્યું છે કે, 19 ડિસેમ્બર સુધી ડાયરેક્ટ ટેક્સમાં 14.4 ટકા વધારો થયો છે અને ઇનડાયરેક્ટ ટેક્સમાં 26.2 ટકા, કેન્દ્રિય ઉત્પાદ શુલ્કમાં 43.3 ટકા, કસ્ટમમાં 6 ટકા અને મ્યુચ્યુઅલમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય કૃષિ ક્ષેત્રે પણ વધારો નોંધાયો છે, ગયા વર્ષની સરખામણીએ શિયાળુ અનાજની ખેતીમાં 6.3 ટકાનો વધારો થયો છે. સાથે જ લાઇફ ઇન્સ્યોરન્સ, પેટ્રોલિયમની વપરાશમાં પણ વધારો થયો છે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે.

English summary
Big news 10 thousand rupees minimum fine for holding demonetized note from 31 December. There will be no jail term for holding demonetized note.
Please Wait while comments are loading...