For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

500 ની નવી નોટ બની મુસીબત, જરૂર જાણો આ વાતો

રૂ. 500ની નવી નોટ નવી મુસીબત લઇને આવી છે. નોટ ભીની થઇ જતાં તેની પરથી મહાત્મા ગાંધીનો ફોટો ગાયબ થઇ જાય છે અને આથી પછી લોકો આ નોટ સ્વીકારવાની ના પાડે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

સામાન્ય જનતા માટે નવી ચલણી નોટો નવી મુસીબતો લઇને આવી છે. રૂ. 2000ની નોટ પરથી રંગ નીકળવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા વખત પહેલાં જ દિલ્હીના નિવાસી અમરિંદર નામના વ્યક્તિએ આ અંગે જાણકારી આપી હતી અને બેંકનો સંપર્ક પણ કર્યો હતો. હવે રૂ.500ની નોટનો કિસ્સો સામે આવ્યો છે. પંજાબના મોહાલીના બલૌંગીમાં રહેતો એક પરિવાર 500ની નવી નોટને કારણે હેરાનગતિ ભોગવી રહ્યો છે. આ પરિવારના લોકોને સમજાતું નથી હવે કરવું તો શું કરવું?

500 rs new notes

બલૌંગી નિવાસી રાધા પાસે રૂ.500ની જે નવી નોટો હતી, એના પરથી ગાંધીજીની તસવીર ગાયબ થઇ ગઇ છે અને નોટ પરથી મહાત્મા ગાંધીની તસવીર ગાયબ થયા બાદ કોઇ એ નોટ લેવા તૈયાર નથી. આથી આ પરિવારને હવે સમજાતું નથી કે આ નોટોનું શું કરવું. મીડિયાના રિપોર્ટ અનુસાર રાધા પોતાના પરિવાર સાથે એક લગ્ન માટે હિમાચલ ગઇ હતી. ત્યાં વરસાદમાં તેની પાસેની ચલણી નોટો ભીની થઇ જતાં તેણે એ નોટો સુકવવાનો પ્રયત્ન કર્યો. નોટ સુકાયા બાદ જોયું તો એના પરથી મહાત્મા ગાંધીની તસવીર જ ગાયબ હતી! રાધાએ આ નોટો બેંકમાંથી કાઢી હતી, જેથી તે હિમાચલમાંથી ખરીદી કરી શકે. પરંતુ કોઇ દુકાનદાર આ નોટ લેવા તૈયાર ન થયો.

અહીં વાંચો - અરુણ જેટલીએ સમજાવ્યો કેશલેસનો મતલબ

આથી હેરાન થઇને આખરે રાધા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ફરિયાદ લખવાનું વિચારી રહી છે, જેથી તે આ નોટો બદલી શકે. તેણે જણાવ્યું કે, નોટો પરથી ગાંધીજીની તસવીર ગાયબ થઇ જતાં તેને ઘરે પાછા ફરવામાં પણ ઘણી તકલીફ પડી હતી. આથી તે બને એટલી જલ્દી આ નોટ અંગે બેંક અને આરબીઆઇને સંપર્ક કરવાનું વિચારી રહી છે.
નોંધનીય છે કે, નવી નોટો પરથી રંગ ઉડવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જે પછી આરબીઆઇએ એવું નિવેદન પણ જાહેર કર્યું હતું કે, જો નોટ પરથી રંગ નીકળે તો સમજવું કે તે અસલી છે.

બીજી એક વાત એ ધ્યાનમાં રાખજો, કે જો તમને નોટ પર કંઇ પણ લખવાની આદત હોય, તો આ આદત બને એટલી જલ્દી બદલી નાંખવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, જો નવી ચલણી નોટો
પર કંઇ પણ લખેલું હશે તો બેંક એ નોટ નહીં સ્વીકારે.

અહીં વાંચો - પીએમ મોદીની ક્રિસમસ ગિફ્ટ, ડિજિટલ પેમેંટ કરો, 1 કરોડ જીતો

English summary
People face problem due to new 500 note. 500 New note Lose Color When Washed or Rubbed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X