પીએમ મોદીની ક્રિસમસ ગિફ્ટ, ડિજિટલ પેમેંટ કરો, 1 કરોડ જીતો

Subscribe to Oneindia News

ક્રિસમસના દિવસે પીએમ નરેન્દ્ર મોદી સરકાર ડિજિટલ પેમેંટને પ્રોત્સાહિત કરવા માટે બે લકી ડ્રો યોજનાની શરુઆત કરી રહી છે. આ યોજના અંતર્ગત આગામી 100 દિવસ સુધી ડિજિટલ પેમેંટ યુઝ કરનાર ગ્રાહક અને દુકાનદારોને ઇનામ આપવામાં આવશે. લકી ગ્રાહક યોજના અને ડિજિધન વેપાર યોજનાને હાલમાં 100 શહેરોમાં શરુ કરવામાં આવી રહી છે. આ સ્કીમ હેઠળ રોજ 15,000 ગ્રાહકોને ઇનામ મળશે. સાપ્તાહિક ધોરણે વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. 14 એપ્રિલે સ્કીમનો મેગા ડ્રો કરવામાં આવશે જેમાં પહેલા વિજેતાને એક કરોડ રુપિયાનું ઇનામ આપવામાં આવશે.

digital payment

સામાન્ય જનતા માટે લકી ગ્રાહક યોજના

રાજધાની દિલ્હીમાં નાણામંત્રી અરુણ જેટલી અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ યોજનાઓની શરુઆત કરતી વખતે પહેલા લકી ડ્રો કરશે. નીતિ આયોગે આ વિશે જણાવ્યુ છે કે લકી ગ્રાહક યોજના હેઠળ રોજ 15,000 ગ્રાહકોને 1000 રુપિયા કેશબેક આપવામાં આવશે. આ યોજનામાં સાપ્તાહિક ધોરણે પણ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે જેમાં વિજેતાઓને 1 લાખ રુપિયા, 10,000 રુપિયા અને 5000 રુપિયાના ઇનામ આપવામાં આવશે. ડિજિધન વેપાર યોજનાઓના વિજેતાઓની પસંદગી સાપ્તાહિક ધોરણે થશે. 14 એપ્રિલ, 2017 ના રોજ આ યોજનાનો મેગા ડ્રો કરવામાં આવશે જેમાં ભાગ્યશાળી વિજેતાઓને 1 કરોડ રુપિયા, 50 લાખ રુપિયા અને 25 લાખ રુપિયા મળશે.

digital payment

વેપારીઓ માટે ડિજિધન વેપાર સ્કીમ

વેપારીઓ માટે ડિજિધન વેપાર સ્કીમ છે જેના માટે વિજેતાઓની પસંદગી દર અઠવાડિયે કરવામાં આવશે. આમાં દર અઠવાડિયે 7000 વેપારીઓને ઇનામ મળશે. આમાં ઇનામની મહત્તમ રકમ 50,000 રુપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત 14 એપ્રિલના રોજ વેપારીઓ માટે પણ મેગા ડ્રો કરવામાં આવશે જેમાં ભાગ્યશાળી વિજેતાઓને 50 લાખ રુપિયા, 25 લાખ રુપિયા અને 5 લાખ રુપિયાનું ઇનામ આપવામાં આવશે. આ બંને સ્કીમો પર સરકાર 340 કરોડ રુપિયા ખર્ચ કરી રહી છે. આ સ્કીમોના લકી ડ્રોમાં 8 નવેમ્બરથી 13 એપ્રિલ વચ્ચે કરાયેલા ડિજિટલ ટ્રાંઝેક્શન સામેલ કરવામાં આવશે.

digital payment

યોજનાઓની શરતો

100 શહેરોમાં 100 દિવસ સુધી ચાલનારી આ બંને યોજનાઓની શરતો મુજબ તે જ ગ્રાહકોને લકી ડ્રોમાં સામેલ કરવામાં આવશે જે યુપીઆઇ, યુએસએસડી આધાર નંબર પર આધારિત પેમેંટ સિસ્ટમનો ઉપયોગ કરશે અથવા રુપે કાર્ડ આધારથી ડિજિટલ ટ્રાંઝેક્શન કરશે. કેશલેસ સોસાયટી બનવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને સરકાર 100 દિવસો બાદ ડિજિટલ પેમેંટની આ બંને ઉમદા સ્કીમોની સમીક્ષા કરશે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આ સ્કીમને વધુ આગળ વધારવામાં આવશે કે નહિ.

English summary
Narendra Modi Govt's two lucky draw scheme is starting from Christmas, 25 December to encourage digital payment and move towards less-cash society.
Please Wait while comments are loading...