અરુણ જેટલીએ સમજાવ્યો કેશલેશનો મતલબ, વધુ વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

દેશમાં ડિઝિટલ પેમેન્ટ વધે તે માટે નરેન્દ્ર મોદી સરકારે બે લકી ડ્રો સ્ક્રીમની શરૂઆત 25 ડિસેમ્બરે કરી હતી. ક્રિકેટર ગૌતમ ગંભીર અને પેરાઓલ્મપિક એથલીટ દીપા મલિકે આ અવસર પર પહેલો લકી ડ્રો નીકાળ્યો હતો. જે હેઠળ 15,000 વિજેતા ગ્રાહકોને 1000 રૂપિયા કેશબેક આપવામાં આવ્યું હતું.

Read also: નાના વેપારીઓને સરકારે આપી રાહત, પણ શર્ત સાથે!

વડાપ્રધાને તમામ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. દિલ્હીના જન ધન મેળાના અવસર પર નાણાં પ્રધાને નોટબંધીના ફાયદા ફરી સમજાવીને લોકોને સરકારની કેશલેસ સોસાયટી બનાવવા પાછળનો હેતુ સમજાયો હતો.

કેશલેશનો મતલબ નો કેશ નહીં

કેશલેશનો મતલબ નો કેશ નહીં

અરુણ જેટલી આ પ્રસંગે જણાવ્યું કે કેશલેસ સોસાયટી મતલબ નો કેશ સોસાયટી તેવો નથી થતો. કેશલેશ સોસાયટીનો મતલબ છે લેસકેશ સોસાયટી. નાણાં પ્રધાને જણાવ્યું કે પૈસા બેકિંગ સિસ્ટમમાં આવવાના કારણે કેશના ગુપ્ત રહેવાની વાત સમાપ્ત થઇ ચૂકી છે. તેનાથી હવે બેકિંગ સિસ્ટમ મજબૂત થશે. લોકોને લોન મળી શકશે અને અર્થવ્યવસ્થા સારી થશે.

વિપક્ષ પર પ્રહાર

વિપક્ષ પર પ્રહાર

નાણાં પ્રધાને વિપક્ષ પર નિશાનો તાકતા જણાવ્યું કે જનતા તો લેશકેશ ઇકોનોમીનો મતલબ સમજી ચૂકી છે. પણ કેટલાક નેતાઓને આ વાત સમજતા વાર લાગે છે. નોટબંધથી સરકારી મહેસૂલ વધશે. જેનાથી સરકાર પાસે ગ્રામીણ વિકાસ, સરંક્ષણ ખર્ચ કરવા માટે નાણાં હશે. નોટબંધી પછી કેશનો ઉપયોગ ઓછો કરી સરકાર ડિઝિટલ ચલણને ચલાવવાનો પ્રયાસ કરી રહી છે.

દક્ષિણ કોરિયા છે ઉદાહરણ

દક્ષિણ કોરિયા છે ઉદાહરણ

ગત દોઢ મહિનાથી 75 કરોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ 45 કરોડ લોકો કર્યો છે. લકી ડ્રો સ્કીમ પર વાત કરતા નાણાં પ્રધાને કહ્યું કે આનાથી દેશના ડિઝિટલ ટ્રાજેક્શનમાં વધારો થશે. તેમણે કહ્યું કે આવી સ્ક્રીમ દક્ષિણ કોરિયામાં ખુબ જ પોપ્યુલર અને સફળ રહી હતી. અને તેનાથી અર્થવ્યવસ્થા પણ સુધરી હતી.

પીએમ આપી શુભેચ્છા

પીએમ આપી શુભેચ્છા

તો પહેલા દિવસે લકી ગ્રાહક યોજના અને ડિજીઘન વેપાર યોજનાના શુભારંભ બાદ જે 15,000 ગ્રાહકો આ સ્ક્રીમમાં જીત્યા હતા તેમને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે આ યોજના 100 દિવસ સુધી ચાલશે. દરરોજ 15,000 લકી ગ્રાહકોને આ સ્ક્રીમ દ્વારા 1000 રૂપિયા આપવામાં આવશે.

પણ આ માટે તેમણે મોબાઇલ બેકિંગ, ઇ બેકિંગ, રુપે કાર્ડ, યુપીઆઇ, યુએસએસડી જેવા ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો પડશે. વધુમાં 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતી પર મેગા ડ્રો નીકાળવામાં આવશે. અને તેમાં કરોડો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

English summary
Speaking at the Jan-Dhan Mela in Delhi, Finance Minister Arun Jaitley said that our bid to go cashless means less cash, not no cash.
Please Wait while comments are loading...