For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્ઞાન ગુરુ ક્વિઝમાં 9921 વિજેતાને કુલ 1,51,66,700 જેટલી રકમ ઇનામમાં મળી

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં 7 જુલાઇથી શરૂ થયેલી ભારતની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)’ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી ર

|
Google Oneindia Gujarati News

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં 7 જુલાઇથી શરૂ થયેલી ભારતની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા 'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)'ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

JITU VAGAHANI

માત્ર ૪ અઠવાડિયામાં જ 23.50 લાખથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા અને 13 લાખથી વધુ લોકોએ ક્વિઝ રમી છે.આ ક્વિઝ દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવે છે.શાળા અને કોલેજ લેવલે જેઓ કવિઝમાં વિજેતા થયા છે. તેવા 9921 વિજેતાને કુલ 1,51,66,700 જેટલી રકમ ડાયરેકટ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે્.

મંત્રી એ ઉમેર્યું કે, સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ, ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખથી વધુ અને ચોથ અઠવાડિયામાં ૦૨ લાખ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. પાંચમાં અઠવાડિયામાં ૧.૫૦ લાખ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ છે. જે એક રેકોર્ડ છે. પાંચમાં રાઉન્ડમાં રાજ્યની કુલ ૭,૮૪૯ શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં પાંચમાં રાઉન્ડમાં શાળા કક્ષાના ૮૬,૧૮૫, કોલેજ કક્ષાના ૪૨,૮૯૮ વિધાર્થીઓએ અને અન્ય ૨૨,૫૦૧ પ્રજાજનોએ ક્વિઝ રમી હતી. અત્યાર સુધીમાં ૧ થી ૫ રાઉન્ડનાં અત્યાર સુધીમાં શાળા કક્ષાએ ૧૯,૨૬૦ અને કોલેજ કક્ષાએ ૧૫,૭૮૨ વિધાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૨૬,૯૮૬ એમ કુલ ૧૨,૦૨૮ વિજેતાઓ આજે જાહેર થયા છે.

પાંચમાં સપ્તાહમાં ચાલેલી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કુલ અંગ્રેજી અને ગુજરાતી ૩૦૦૦ થી વધુ પ્રશ્નોની ક્વિઝ વિદ્યાર્થીઓ રમ્યા અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયા.- સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડ થી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે.

મંત્રી એ કહ્યું કે,સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડ થી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે.

તા.૦૭/૦૭/૨૦૨૨ નાં રોજ g3q નાં શુભારંભ પ્રસંગે,શાળા કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૧૪ અને કોલેજ કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૨૩ વિજેતાઓ પોતાની બેંક ડીટેલ્સ g3q પોર્ટલ પર આપેલ હતી. તેમાંથી કુલ ૩૭ વિધાર્થીઓના ખાતામાં ઇનામની રકમ જમા કરી દેવાઈ છે.

આજ રીતે પ્રથમ રાઉન્ડમાં શાળા કક્ષાનાં ૩૯૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૩૭૮ અને કોલેજ કક્ષાનાં ૨૫૪૦ વિધાર્થીઓ પૈકી ૨૨૩૩ વિદ્યાર્થીઓને DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરવામાં આવી છે. જયારે બીજા રાઉન્ડમાં શાળા કક્ષાનાં ૩૯૬૦ વિધાર્થીઓ પૈકી ૨૧૯૨ અને કોલેજ કક્ષાનાં ૩૨૩૦ વિધાર્થીઓ પૈકી ૩૧૯૧ વિજેતાઓને DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરવામાં આવી છે.

આમ પ્રથમ અને બીજા રાઉન્ડના ટોટલ વિધાર્થી નવ હજાર નવસો એકવીશ ને DBT દ્વારા એક કરોડ એકાવન લાખ છાસઠ હજાર સાતસો રૂપિયા ટ્રાન્સફર કરી દેવાયા છે. ત્રીજા રાઉન્ડના વિજેતાઓની બેંકની માહિતી મેળવવાની પ્રક્રિયા હાલ શરુ છે. વિજેતાઓની બેન્કની માહિતી પ્રાપ્ત થયેથી DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરી દેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું

English summary
13 lakh people played quiz in 5 weeks in Gyan Guru Quiz
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X