બાવળામાં અનાજ ભરવાના સરકારી ગોડાઉનમાં આગ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

હજી ગોંડલના સરકારી ગોડાઉનમાં આગથી મગફળીના જથ્થાનો નાશ પામ્યો તે અહેવાલની ગૂંજ શમી નથી ત્યાં તો આજે સવારે અમદાવાદ નજીકના બાવળા પાસેના સરકારી ગોડાઉનમાં આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. આગ ઘઉં ભરવાના સરકારી ગોડાઉનમાં લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. તે સમયે તિખારો ઉડતા આગ લાગ હતી.તણખો ઉડતા જ શણના કોથળાએ તુરંત આગ પકડી લીધી હતી. તેના પગલે બાવળા ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયરની ગાડીએ ઘટનાસ્થળે આવીને ગોડાઉનની આગ ઓલવી હતી.

aag


હાલ તો પ્રાથમિક અંદાજ મુજબ ઘઉંની 150 ઉપરાતં બોરીઓ બળી ગઈ હતી. અને બોરીની અંદરના ઘઉં શેકાઈ ગયા હતા. હાલ તો બાકી વધેલી બોરીઓ બીજા સ્થળે ખસેડવામાં આવી રહી છે કારણ કે આગ બૂઝાવતી વખતે બોરીઓ પર પાણી ઉડતા તે ઘઉનો જથ્થો વાપરવા લાયક રહ્યો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે જોકે સ્થાનિક મજૂરના જણાવ્યા અનુસાર માત્ર દોઢેક મહિના અગાઉ બનાવવામાં આવેલા આ સરકારી અનાજના ગોડાઉનમાં આગ માટેની સુરક્ષાના કોઈ સાધનો લગાવવામાં નથી આવ્યા. ગોડાઉનમાં અંદાજિત 8થી 10 હજાર જેટલા કોથળા ઘઉંના હતા.

English summary
Ahmedabad : A fire broke down in the government godown of grain. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.