57 ટકા અમદાવાદીઓ વારંવાર ટ્રાફિક નિયમો તોડે છેઃ સ્ટડી
57 ટકા અમદાવાદીઓ વારંવાર ટ્રાફિક નિયમો તોડે છેઃ સ્ટડી
ટ્રાફિકના નિયમોની ધજ્જિયાં ઉડાવવામાં અમદાવાદીઓનો અવ્વલ નંબર આવે. અમદાવાદીઓએ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને 40.3 કરોડ રૂપિયાનું ઈ-ચલાન હજી સુધી ભર્યું નથી. આ ચલાન 2019થી નથી ભરાયાં. એપ્રિલ 2018માં ઈ ચલાન સિસ્ટમ લાગૂ કરાઈ હતી, ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, હૈદરાબાદ અને ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી દિલ્હીએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે આ વર્ષે 13 જુલાી સુધીમાં જ અમદાવાદીઓના 17.4 લાખના ઈ-ચલાન ભરવાના બાકી છે. આ દરમ્યાન અમદાવાદીઓએ 26.3 લાખના ઈ ચલાન ભર્યાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

હજાર રૂપિયાથી ઓછા દંડ વાળા 34% ઈ-ચલાન ભરી દેવાયા છે જેમાંથી 8.9 લાખ દંડની રકમ વસૂલવામાં આવી, પરંતુ માત્ર 19 ટકા ઈ-ચલાન એવાં હતાં જેમાં 1000 રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં હોય. સ્ટડીમાં વધુ જાણવા મળ્યું કે બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી નિયમનો ભંગ કરનારાઓ કરતાં વધુ ગતિએ ગાડી ચલાવનારાઓએ વધુ પ્રમાણમાં ઈ-ચલાન ભર્યાં.
રિસર્ચમાં વધુ જાણવા મળ્યું કે, દિલ્હીની સરખામણીએ અમદાવાદમાં એક જ વાહનચાલક વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતો જણાયો. અમદાવાદમાં 57 ટકા વાહનચાલકો એવા છે જેમણે એકથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હતો.












Click it and Unblock the Notifications
