For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: પાલડીમાં આવેલ શિશુગૃહમાં 2 બાળકીઓનો દત્તક કાર્યક્રમ યોજાયો, આ ખાસ લોકો રહ્યાં હાજર

અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં જીલ્લા બાળ સંરક્ષણ મંડળ દ્વારા શિશુગૃહ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં તરછોડાયેલા બાળકોનું કેરટેકીંગ કરવામાં આવે છે તથા દત્તક લેવા ઇચ્છતા લોકોને ડોક્યુમેંટેન્શન કરી સોંપવામાં આવે છે. આ શ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં જીલ્લા બાળ સંરક્ષણ મંડળ દ્વારા શિશુગૃહ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં તરછોડાયેલા બાળકોનું કેરટેકીંગ કરવામાં આવે છે તથા દત્તક લેવા ઇચ્છતા લોકોને ડોક્યુમેંટેન્શન કરી સોંપવામાં આવે છે. આ શિશુગૃહમાં 0થી 6 વર્ષના બાળકોને આશ્રય આપવામાં આવે છે. ઉલ્લેખનિય છેકે દર વર્ષે 35થી 40 બાળકો આશ્રય અર્થે આવતા હોય છે. આ કાર્યક્રમમાં હાજર રહેલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી મહેતા પણ હાજર રહ્યાં હતા. તેમણે આ બાળકીઓને દત્તક લેનાર પરિવારનો આભાર માન્યો હતો, આ ઉપરાંત તેમણે કેરટેકીંગ કરતી બહેનોનો પણ આભાર માન્યો હતો. આ ઉપરાંત એળીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય રાકેશભાઇ શાહ તથા જીલ્લા બાળ સરક્ષણ મંડળના મંત્રી મુકેશ ભાઇ જાની પણ હાજર રહ્યાં હતા.

9 મહિના પહેલાં શાહીબાગ પાસે કચરાપેટીમાંથી જ્યારે ધોળકા ખાતેથી મળી આવેલી બે બાળકીઓનો દત્તક વિધિ કાર્યક્રમ પાલડી શિશુગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. મિસ્ટી અને આરજુ નામની આ બન્ને બાળકીઓને રાજકોટ અને મહારાષ્ટ્રના પરિવારોને સોંપવામાં આવી હતી. બાળકીને પરિવારને સાોંપતી વેળાએ શિશુગૃહમાં દીકરીની વિદાય સમયે સર્જાયો માહોલ જોવા મળ્યો હતો.

એક સિક્કાની બે બાજુ-દત્તક લેનાર પરિવારોમાંથી 90 ટકા દીકરીઓ દત્તક લે છે

એક સિક્કાની બે બાજુ-દત્તક લેનાર પરિવારોમાંથી 90 ટકા દીકરીઓ દત્તક લે છે

સમાજમાં એક તરફ દીકરી જન્મતા તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે જ્યારે આજ બાળકીઓને દત્તક લેનાર પરિવારો દીકરાને નહીં પણ દીકરીઓને દત્તક લેવાનું વધારે પસંદ કરે છે. શિશુગૃહના મુકેશ જાનીએ કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષમાં મેં જોયું છે કે, દત્તક લેનાર 90 ટકા પરિવારો દીકરાને નહીં પણ દીકરીને દત્તક લેવાનું પસંદ કરે છે. અમારી પાસે દીકરી દત્તક લેવાની ઇન્ક્વાયરી વધારે આવે છે. જેના પરથી કહી શકાય કે બાળકીઓ કચરાપેટીમાંથી મળે છે અને જ્યારે બીજી તરફ એક જ સિક્કાની બીજી તરફ આજ બાળકીઓને દત્તક લેનાર પરિવારો દીકરા કરતા દીકરીને દત્તક લેવાનું વધારે પસંદ કરે છેઃ

15 વર્ષમાં શિશુગૃહને 455 બાળકો મળી આવ્યાં

15 વર્ષમાં શિશુગૃહને 455 બાળકો મળી આવ્યાં

છેલ્લા 15 વર્ષથી ચાલતા શિશુગૃહમાં અત્યાર સુધી 455 બાળકો મળી આવ્યા છે જે પૈકી 227 બાળકોને દત્તક લેવામાં આવ્યાં છે. દત્તક લેવાયેલા 227 બાળકોમાં 12 બાળકોને વિદેશમાં રહેતા પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યાં છે. હાલ પાલડી શિશુગૃહમાં 14 બાળકો છે જૈ પૈકી મિસ્ટી અને આરજુને આજે દત્તક આપવામાં આવી છે. શિશુગૃહમાં આ બાળકોને માટે હાલ 14 કેરકેટર બહેનો રાખવામાં આવી છે. જે 24 કલાક આ બાળકોની સાર-સંભાળ સગી માતાની જેમ રાખે છે.

આજે અમારે ત્યાં ધનતેરસ છે કેમ કે આજે અમારા ઘરે લક્ષ્મી પધારી છે

આજે અમારે ત્યાં ધનતેરસ છે કેમ કે આજે અમારા ઘરે લક્ષ્મી પધારી છે

દત્તક લેનાર રાજકોટ અને મહારાષ્ટ્રના કપલ સાથેની વાતચીતમાં કહ્યું કે, દીકરી વહાલનો દરિયો હોય છે. દિવાળી જતી રહી છે પરંતુ ખરા અર્થે અમે આજે આ બાળકીઓને દત્તક લેતા અમારા ઘરે આજે ધનતરેસ છે કેમ કે આજે અમારા ઘરે લક્ષ્મી પધારી છે. બાળકીઓને દત્તક લેનાર આ પરિવારને શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ કરીને બન્ને બાળકીઓ સોંપવામાં આવી હતી.

બાળકીઓને અમે સગી માંથી વિશેષ રાખીએ

બાળકીઓને અમે સગી માંથી વિશેષ રાખીએ

સોશિયલ વર્કર અમિતા ખાંટે જણાવ્યું હતુ કે જ્યારે આ બાળકીઓને શિશુગૃહ ખાતે લાવવામાં આવે છે ત્યારે તેઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે. આ પરિસ્થિતિમાં માની મમતાની હૂંફ સાથે તેમની સારસંભાળ અમે ખડેપગે રહીને રાખીએ છીએ. પરંતુ જ્યારે અમને સંસ્થા તરફ એવી જાણ કરવામાં આવે છે કે બાળકીને દત્તક લેનાર પરિવાર તેને 1 મહિના પછી દત્તક લેવા આવી રહ્યો છે ત્યારે અમારી આંખોમાંથી ટપોટપ આંસુઓ વહેવા લાગે છે. અમને ખુશી સાથે દુઃખ પણ થાય છે કેમ કે આ બાળકો અમારા માટે પરિવારનું સભ્ય બની ગઈ હોય છે. મિસ્ટી અને આરજુને જ્યારે પરિવાર લેવા માટે નીકળી ગયો છે તેવું સાંભળ્યું ત્યારથી અમે આ બાળકીઓને છાતીઓ ચાંપીને વહાલ કરી રહ્યાં છીએ. જ્યારે આ બાળકીઓ અહીંયાંથી વિદાય લેછે ત્યારે અમારા આંસુને રોકી શકતા નથી.

English summary
Ahmedabad: Adopted 2 girls from an orphanage in Paldi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X