For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં કોરોના વાયરસ સંક્રમણથી કેમ વધુ મોત થયા? સર્વેમાં થયો ખુલાસો

અમદાવાદમાં કોરોનાના કારણે થતા મોત વધુ હોવાનુ કારણ જાણવા માટે અમદાવાદ મહાનગર પાલિકા સતત કોશિશ કરી રહ્યુ હતુ. હવે તેના સર્વેમાં આ અંગે ખુલાસો થયો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતનુ સૌથી મોટુ શહેર અમદાવાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થયુ. અહીં મૃત્યુદર પણ ભારતના અન્ય શહેરોની સરખામણીમાં વધુ રહ્યો છે. આની પાછળનુ કારણ જાણવા માટે અમદાવાદ મહાનગર પાલિકા સતત કોશિશ કરી રહ્યુ હતુ. હવે તેના એક સર્વેમાં એ સ્પષ્ટ થયુ છે કે અહીં લોકોમાં હર્ડ ઈમ્યુનિટી(શરીરમાં છૂપાયેલી રોગ પ્રતિકારક ક્ષમતા) નથી. એવામાં લોકોનો બચાવ સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક તેમજ સેનિટાઈઝિંગથી જ વધુ થઈ રહ્યો છે.

અહીં લોકોમાં હર્ડ ઈમ્યુનિટીની કમી

અહીં લોકોમાં હર્ડ ઈમ્યુનિટીની કમી

અમદાવાદ મહાનગર પાલિકાના સર્વે મુજબ 7 ઝોનના 75 અર્બન હેલ્થ સેન્ટર પર લગભગ 30 હજાર લોકોના સેમ્પલમાં માત્ર 17.50 ટકા લોકોમાં કોરોા પેથૉજનની પૉઝિટીવિટી મળી. જ્યારે આ રીતની છૂતની બિમારીમાં આ પૉઝિટીવીટી 70થી 80 ટકા હોવી જરૂરી છે. મહાનગરના 7 ઝોનના 75 અર્બન હેલ્થ સેન્ટર પર થયેલા સર્વોથી આ સામે આવ્યુ છે કે અહીં લોકોમાં હર્ડ ઈમ્યુનિટીની કમી છે.

આ રહ્યો સર્વેનો નિષ્કર્ષ

આ રહ્યો સર્વેનો નિષ્કર્ષ

એક અધિકારીએ જણાવ્યુ કે અમદાવાદ મહાનગર પાલિકાએ 16 જૂનથી 11 જુલાઈ વચ્ચે હર્ડ ઈમ્યુનિટીના સંદર્ભમાં સર્વે કરાવવામાં આવ્યો હતો. જેનો નિષ્કર્ષ નીકળ્યો કે રોગ પ્રતિરોધક ક્ષમતા અમદાવાદીઓમાં ઓછી છે. એક ચોંકાવનારી વાત પણ સામે આવી, તે એ કે અહીં વધુ ઉંમરના લોકોમાં ઈમ્યુનિટી વધુ જોવા મળી છે જ્યારે ઉંમર ઘટવા સાથે ઈમ્યુનિટી પણ ઓછી છે. જેમ કે 0થી 9 વર્ષની ઉંમરવાળાની ઈમ્યુનિટી 17.35 ટકા, 10થી 19ની ઉંમરમાં ઈમ્યુનિટી 15.88 મળી આવી. જ્યારે 40થી 49માં 19.89 તથા 90થી 100માં 22.22 ટકા ઈમ્યુનિટી મળી આવી. જો કે 60થી 80ની ઉંમરવાળાની ઈમ્યુનિટી 18.21થી 19.28 છે.

અન્ય દેશોની સરખામણીમાં વધુ સારુ કર્યુ

અન્ય દેશોની સરખામણીમાં વધુ સારુ કર્યુ

ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી તેમજ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારી રાજીવ ગુપ્તાએ કહ્યુ, 'અમારે ત્યાં જે અભ્યાસ કરવામાં આવ્યો, આ હર્ડ ઈમ્યુનિટીની દુનિયામાં સૌથી લેટેસ્ટ વ્યાપક અભ્યાસ હતો. રાજીવે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચમાં કહ્યુ કે અમારાથી પહેલા સ્પેન, સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકામાં પણ સર્વે કરવામાં આવ્યો પરંતુ તેમની સેમ્પલ સાઈઝ નાની સાઈઝ તેમજ જૂની થઈ ગઈ છે.'

28 વર્ષ જૂનુ વચન નિભાવવા લૉટરીના 164 કરોડ વહેંચ્યા દોસ્ત સાથે28 વર્ષ જૂનુ વચન નિભાવવા લૉટરીના 164 કરોડ વહેંચ્યા દોસ્ત સાથે

English summary
Ahmedabad: No herd immunity, shocking reveals in a covid survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X