Ahmedabad: ગોંડલ બ્રિજ રિપેર કરવામાં મોરબી જેવી ભૂલ ન કરવા ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશ
Ahmedabad: ગુજરાત હાઈકોર્ટે બુધવારના રોજ રાજ્ય સરકારને ગોંડલ શહેરમાં એક સદી જૂના બે પુલનું સમારકામ કરતા સમયે મોરબી એન્જિનિયરિંગ દુર્ઘટનાનું પુનરાવર્તન ન કરવા નિર્દેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેચે આ ટીપ્પણી કરી હતી, જ્યારે ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેણે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં બે પુલના સમારકામનું કામ હાથ ધર્યું છે, જે પૂર્વ રાજા ભગવતસિંહજી મહારાજ દ્વારા એક સદીથી વધુ સમય પહેલા બાંધવામાં આવ્યા હતા.

મોરબી જેવી દુર્ઘટનાને ટાળવા માટે જર્જરિત હોવા છતાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા બે પુલના તાત્કાલિક સમારકામ માટે તેના નિર્દેશોની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર કોર્ટ સુનાવણી કરી રહી હતી.












Click it and Unblock the Notifications
