For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના બજેટમાં 5000 ગરીબ બાળકોને સ્માર્ટફોનની જાહેરાત

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ વર્ષ 2022-23નુ બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ વર્ષ 2022-23નુ બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે. ડ્રાફ્ટ બજેટમાં 6 કરોડના સુધારા સાથે 893 કરોડનુ બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે. જેમાં પાંચ હજાર ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ગરીબ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે સ્કૂલ બોર્ડ 5 હજાર વિદ્યાર્થીઓને 10 હજારની કિંમતના સ્માર્ટ ફોન આપશે.

smart phone

સ્કૂલ બોર્ડનુ 893 કરોડનુ બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે. મંજૂર થયેલા બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ બોર્ડ 4 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ પણ બનાવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. 8 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ અને 6 અનુપમ મોડેલ શાળાઓ બનાવવામાં આવશે અને 23 નવી ગુજરાતી માધ્યમની શાળાઓ શરુ કરવાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનુ બાળક આગામી સમયમાં રમતમાં પણ પાછળ ન રહી જાય તે માટે વિદ્યાર્થીઓને ખાસ તૈયાર કરાશે. વિદ્યાર્થીઓને ખેલશે અમદાવાદ અંતર્ગત રમતો અંગે કોચિંગ સ્કૂલ બોર્ડની શાળાઓમાં મળે તે માટે 25 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ફાયર સેફ્ટી અને RO પાણી માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ બજેટમાં 559 કરોડ 11 લાખ જેટલી સરકારી ગ્રાન્ટ અને 317 કરોડ 88 લાખ જેટલી કોર્પોરેશન ગ્રાન્ટ આપવામાં આવશે. જ્યારે શહેરમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલૉજીવાળી અનુપમ સ્કૂલો તૈયાર કરવામાં આવશે.

સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યુ કે કોરોના કારણે ફરીથી શાળાઓમાં શિક્ષણ બંધ થતા હાલ 85 ટકા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. 31 જાન્યુઆરી સુધી જે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે જેમાં વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકતા નથી તેવા 5 હજાર વિદ્યાર્થીઓ આઈડેન્ટીફાઈ કરાયા છે. હાલ પ્રાયોગિક ધોરણે આ 5 હજાર વિદ્યાર્થીઓ નક્કી કરાયા છે અને આગામી દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ ધ્યાને આવશે તો તેઓને આ પ્રકારે સ્માર્ટફોન આપવામાં આવશે.

English summary
Ahmedabad school board budget approved smart phone for poor children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X