• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જે કારણે ભારે રાજકીય ઉથપાલથ જોવા મળી રહી છે. આ વચ્ચે AIMIMના અધ્યક્ષ અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસી આવતી કાલ એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, AIMIM ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીની ભારતીય આદિવાસી પાર્ટી (BTP)સાથે ગઠબંધન કરીને લડશે.

અસદુદ્દીન ઓવૈસી સવારે 7 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જે બાદ 9 કલાક અને 30 મિનિટે તેમને અમદાવાદની સેન્ટ્રલ જેલની મુલાકાત કરશે. સેન્ટ્રલ જેલની મુલાકાત લીધા બાદ ચેમને હોટલ લેમન ટ્રી જશે. તેમને 2 કલાક અને 30 મિનિટે પત્રકારો સાથે વાતચીત કરશે. જે બાદ તેઓ 3:45 સરકાર શાહઆલમના રોઝાની મુલાકાત કરશે. 5:30 તેઓ ગુજરાત પ્રેસની મુલાકાત કરશે. જે બાદ 7:15 Aimimના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠક 10 કલાકે પૂર્ણ કર્યા બાદ તેમને હોટલ પરત ફરશે.

ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણી લડવા અંગે પાર્ટીના નેતા સૈયદ ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું. ઔરંગાબાદના સાંસદ સૈયદ ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો તરફથી માંગ કરવામાં આવી છે કે, AIMIM એ વિધાનસભા2022ની ચૂંટણી લડવી જોઈએ. આ માંગને પગલે AIMIM એ ભારતીય આદિવાસી પાર્ટી (BTP) સાથે ગઠબંધનમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં AIMIMએ પોતાની પ્રથમ ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIM એ રાજ્યની ત્રણ નગરપાલિકાઓમાં 17 બેઠકો જીતી હતી. મોડાસા, ગોધરા અને ભરૂચની ત્રણ નગરપાલિકાઓમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા કુલ 24 ઉમેદવારોમાંથી રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા જાહેર કરાયેલા અંતિમ પરિણામો મુજબ 17 વિજયી બન્યા હતા.

AIMIM પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ. પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ મને ગુજરાતની મુલાકાત લેવા અને BTP નેતાઓ સાથે ચર્ચા કરવા માટે ઔરંગાબાદના સાંસદ સૈયદ ઇમ્તિયાઝ જલીલને સૂચના આપી છે. આ સાથે જલીલે કહ્યું કે, ગુજરાતની ચૂંટણી લડવાનો નિર્ણય નોંધપાત્ર છે અને પાર્ટી તેની હાજરી નોંધાવવા માટે કામ કરશે. પાર્ટીનું મુખ્ય ધ્યાન દેશભરમાં ભાજપને હરાવવા પર રહેશે.

સૈયદ ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું કે, અમે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરવા માંગીએ છીએ. અમને લાગે છે કે, દેશ માટે સૌથી મોટો ખતરો ભાજપ છે. ગઠબંધન અંગેનો નિર્ણય અમારી પાર્ટીના પ્રમુખ લેશે. પાર્ટીએ બિહારની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને હવે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં મજબૂત પ્રદર્શન માટે કામ કરી રહી છે.

આ સાથે AAP અને TMC પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી લડશે. આ અંગે વિગત આપતા TMC દ્વારા નિયુક્ત રાજ્યના AITC કન્વીનર જીતેન્દ્ર ખડયતાએ જણાવ્યું હતું કે, પાર્ટી હાઈકમાન્ડે નક્કી કર્યું છે કે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ શક્ય તેટલી બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે પાર્ટી અન્ય કોઇ પક્ષ સાથે જોડાણ કરશે નહીં.

મમતા બેનર્જીનું 21 જુલાઇનું ભાષણ શહેરના ઇસનપુર વિસ્તારના એક હોલમાં જીતેન્દ્ર અને અન્ય AITC સભ્યોએ જોયું હતું. પાર્ટી હાઈકમાન્ડે રાજ્ય એકમને મમતા બેનર્જીના ભાષણને ગુજરાતમાં શક્ય તેટલી જગ્યાએ LIVE કરવા માટેની વ્યવસ્થા કરવા કહ્યું હતું. રેલી પહેલા ગીતા મંદિર બસ ટર્મિનસ જેવા વ્યસ્ત સ્થળોએ વર્ચ્યુઅલ જાહેર સભાનો પ્રચાર કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિવિધ રાજકીય પક્ષો પોતપોતાની વિચારધારા પ્રમાણે એજેન્ડા અને મતદારોને આકર્ષવાના કામમાં જોડાઇ ગઇ છે. જેમાં ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ જ બદલી નાખ્યું છે, તો કોંગ્રેસ દ્વારા યુવા નેતાઓને પક્ષમાં જોડવામાં મહેનત કરવામાં આવી રહી છે.

ભાજપે 12 ટકા પાટીદારોની માંગ સ્વીકારીને ભાજપે પહેલાથી જ પાટીદારોને પોતાની તરફ કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. ચૂંટણી સાથે જ કાસ્ટ કાર્ડ્સની રાજનિતિ પણ ગુજરાતમાં શરૂ થઇ ગઇ છે. આ સાથે પાપા પગલી કરતી આમ આદમી પાર્ટીએ હજૂ કોઇ ચૂંટણી અંગે કોઇ મોટી જાહેરાત કરી નથી, સિવાય કે AAP 182 સીટ પરથી ચૂંટણી લડશે.

English summary
Preparations for the next assembly elections in the state are in full swing. Meanwhile, AIMIM chairman and Hyderabad MP Asaduddin Owaisi is coming to Gujarat on September 20.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X