રાજસ્થાનમાં એલપીજી સસ્તો, તો ગુજરાતમાં બમણી કિંમત કેમ?
Congress leader amit chavda: કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપ સરકારે લોકોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાતના લોકો જેમણે ભાજપને જંગી બહુમતિથી સત્તા પર પહોંચાડી છે. તેમ છતા ગુજરાતમાં મોટાભાગના લોકો બમણી રકમ ચૂકવે છે.
રાજસ્થાનના લોકોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે, તેવી ગુજરાતના અખબારોમાં છપાયેલી જાહેરાતોનો ઉલ્લેખ કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, હું ગુજરાતમાં ડબલ એન્જિનવાળી સરકારને પૂછવા માંગુ છું કે, તમે ક્યારે એવી જાહેરાતો પ્રકાશિત કરશો કે, ગુજરાતના લોકોને પણ સમાન ભાવમાં એલપીજી સિલિન્ડર મળે?

કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે, ગુજરાતમાં રાજ્ય સરકારે પેટ્રોલ, ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે પરેશાન થયેલા લોકોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવું જોઈએ.
ગુજરાતીઓને 450 રૂપિયામાં ગેસનો બોટલ ક્યારે મળશે?
— Amit Chavda (@AmitChavdaINC) January 1, 2024
ડબલ એન્જિન સરકાર @narendramodi @Bhupendrapbjp જવાબ આપે. pic.twitter.com/fN7RbKSliI












Click it and Unblock the Notifications
