For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સી-પ્લેન બાદ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની પણ લઈ શકશો મઝા, આ મહિને આવશે PM મોદી

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સી-પ્લેનની સુવિધા બાદ ફ્લોટિંગ રેસ્ટોરાંની પણ મઝા લઈ શકાશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સી-પ્લેનની સુવિધા બાદ ફ્લોટિંગ રેસ્ટોરાંની પણ મઝા લઈ શકાશે. આ રીતની રેસ્ટોરાંથી સાબરમતી નદીનુ જળસ્તર પણ લેવલમાં રાખી શકાશે. નદીનુ જળસ્તર ઓછુ કે વધુ હોવાના કારણે આ પ્રોજેક્ટ છેલ્લા 10 વર્ષોથી અટકી પડ્યો હતો. પરંતુ હવે સી-પ્લેનના કારણે સાબરમતી નદીનુ લેવલ સમાન રાખવામાં આવશે માટે હવે ફ્લોટિંગ રેસ્ટોરાંની આશા પણ ફરીથી જાગી ઉઠી છે. આના માટે રિવરફ્રન્ટમાં પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટને પૂરો કરવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની છે.

પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાત

પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાત

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવાનુ ઉદઘાટન કરવા ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તે સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની લગભગ 240 કિમીની સફર સી-પ્લેનથી જ પસાર કરશે.

ફ્લોટિંગ રેસ્ટોરાંના પ્રોજેક્ટ પર પણ કામ શરૂ

ફ્લોટિંગ રેસ્ટોરાંના પ્રોજેક્ટ પર પણ કામ શરૂ

સી-પ્લેનના કારણે હવે સાબરમતી નદીના પાણીનુ લેવલ મેઈનટેઈન કરવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કૉર્પોરેશને ફ્લોટિંગ રેસ્ટોરાંના પ્રોજેક્ટ પર પણ કામ કરવાનુ શરૂ કરી દીધુ છે.

Navratri 2020: નવદૂર્ગાનુ પાંચમુ સ્વરૂપ 'સ્કંદમાતા'Navratri 2020: નવદૂર્ગાનુ પાંચમુ સ્વરૂપ 'સ્કંદમાતા'

પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર

પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર

હાલમાં ફ્લોટિંગ રેસ્ટોરાં દેશમાં પાંચ રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ચાલી રહી છે. એક ફ્લોટિંગ રેસ્ટોરાંમાં લગભગ 300 લોકોને બેસવાની ક્ષમતા હોય છે. તે ખાનપાન ઉપરાંત સ્વીમિંગ પુલની સુવિધા પણ આપે છે. પર્યટકો માટે તે આકર્ષણનુ કેન્દ્ર બની રહે છે.

English summary
Floating restaurant will be start in sabarmati river of Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X