For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલભાઈ બારોટનુ નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ્લભાઈ બારોટનુ આજે દુઃખદ નિધન થયુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ્લભાઈ બારોટનુ આજે દુઃખદ નિધન થયુ છે. તેઓ અમદાવાદના જાણીતા વકીલ તેમજ ભાજપના નેતા હતા. વળી, તેમણે 8 ફેબ્રઆરી, 1991થી લઈને 8 ફેબ્રુઆરી, 1992 સુધી અમદાવાદના મેયર તરીકે ફરજ નિભાવી હતી. તેમના નિધન પર પીએમ મોદી, સીએમ વિજય રૂપાણી સહિત ઘણા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ કે અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલ્લભાઈ બારોટના અવસાનથી દુઃખી છુ. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેમનુ યોગદાન એમની યાદ અપાવતુ રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકો સાથે છે. ઓમ શાંતિ..!

mayor Prafulbhai Barot

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રફુલભાઈ બારોટના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સીએમ વિજય રૂપાણી લખ્યુ, 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભઈ બારોટના નિધનથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવુ છુ. અમદાવાદની વિકાસયાત્રામાં તેમનુ યોગદાન સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતિ..'

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે પણ પૂર્વ મેયર પ્રફુલ બારોટના અવસાનના સમાચાર મળતા ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ કે, 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઈ બારોટજીના અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવુ છુ. અમદાવાદના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને ક્યારેલ ભૂલી શકાશે નહિ. ઈશ્વર તેમના દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ.'

સુશાંતની બૉડી જોવા પહોંચેલી રિયાએ તેની છાતી પર હાથ રાખી કહ્યુ, Sorry Babuસુશાંતની બૉડી જોવા પહોંચેલી રિયાએ તેની છાતી પર હાથ રાખી કહ્યુ, Sorry Babu

English summary
Former Ahmedabad mayor Prafulbhai Barot passes away, PM Modi pays tribute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X