For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂરી, પરિણામ આવશે મેના અંત સુધીમાં

ગુજરાત શિક્ષણ બોર્ડ(GSEB)ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. જાણો પરિણામ કઈ તારીખે આવશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ(GSEB)ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. ઉત્તરવહી મૂલ્યાંકન શરુ થતા અંદાજે મે મહિનાના અંત સુધીમાં તમામ પરિણામો જાહેર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 28 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે.

exam

બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આર્ટસમાં છેલ્લા દિવસે બે વિષયોની પરીક્ષા હતી. સવારે રાજ્યશાસ્ત્ર વિષયની પરીક્ષામાં 4195માંથી 118 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બપોરે સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા હતી જેમાં 175780 વિદ્યાર્થીમાંથી 6006 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સાથે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે પહેલેથી જ 3 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં 2020ની સરખામણીમાં ઓછા નોંધાયા હતા. વળી, એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જુદા-જુદા વિષયોમાં ગેરહાજર રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 100થી પણ ઓછા કોપી કેસ-ગેરરીતિ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની નિમણૂક બાદ હજુ સુધી પરીક્ષા, નાણા, કારોબારી સહિતની સમિતિઓ નિમાઈ નથી અને પહેલી વાર બોર્ડના સભ્યો વિના જ બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે.

11 એપ્રિલ, 2022ના રોજથી ઉત્તરવહીની મૂલ્યાંકન પણ શરુ કરી દેવામાં આવ્યુ છે. બીજા જ દિવસે ઉત્તરવહી મૂલ્યાંકનમાં શિક્ષકોની 100 ટકા હાજરી હતી. વિદ્યાર્થીઓ ઓછા હોવાથી ઉત્તરવહી મૂલ્યાંકન થોડુ વહેલુ પૂરુ થશે અને લગભગ 25મેથી 30 મે સુધીમાં તમામ પરિણામો જાહેર કરી દેવામાં આવશે. 15થી 20 મે આસપાસ 12 સાયન્સનુ પરિણામ જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદ 12 સામાન્ય પ્રવાહ અને છેલ્લા ધોરણ 10 નુ પરિણામ જાહેર થવાની સંભાવના છે.

English summary
Gujarat board exam completed, results will be declared in May end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X