For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8934 કેસ નોંધાયા, અમદાવાદમાં 10 સહિત કુલ 34ના મોત

અમદાવાદ જિલ્લામાં બુધવારે કોરોના વાયરસના વધુ 59 કેસ નોંધવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 8934 કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાના કારણે 34 દર્દીઓના મોત નીપજ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વદુ 3309 કેસ સાથે 10 દર્દીઓના મોત નીપજ્યા છે. વડોદરા શહેરમાં 1512 કેસ સાથે 3 દર્દીના મોત, રાજકોટ શહેરમાં 320 કોરોના કેસ સામે 4 દર્દીના મોત થયા જ્યારે સુરત જિલ્લામાં પણ 248 પૉઝિટિવ કેસ અને બે લોકોના નિધન થયા.

corona

ગાંધીનગર જિલ્લામાં નવા 152 કેસ અને એકનુ મોત થયુ. ભાવનગરમાં 97 નવા કેસ અને 1 દર્દીનુ મોત થયુ. નવસારીમાં પણ કોરોનાથી એક દર્દીનુ મોત થયુ અને 78 નવા કેસ નોંધવામાં આવ્યા. જામનગર શહેરમાં કુલ 81 કેસ નોંધવામાં આવ્યા અને 1 દર્દીનુ મોત થયુ. રાજ્યમાં એક દિવસમાં 15,177 દર્દી રિકવર થયા. રાજ્યનો રિકવરી રેટ વધીને 93.23 ટકાથઈ ગયો છે. રાજ્યમાં હાલમાં 69 હજાર 187 સક્રિય કેસ છે. જેમાંથી 246 દર્દી વેંટીલેટર પર છે. જ્યારે 68 હજાર 941 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના કેસમાં ભલે થોડી રાહત મળી હોય પરંતુ દૈનિક મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધુ 34 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 10 દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દી ઘટી રહ્યા છે. જેને જોતા આગામી સમયમાં મોતની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ શકે છે.

English summary
Gujarat coronavirus case: 8934 new cases in the state, 34 death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X