For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટીદારો સામે કેસ પાછા ન લીધા તો 23 માર્ચે આખા રાજ્યમાં થશે વિરોધ પ્રદર્શનઃ હાર્દિક પટેલ

ગુજરાત કોંગ્રેસ વર્કિંટ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલે પાટીદાર આંદોલન દરમિયાન લોકો સામે નોંધવામાં આવેલ કેસ પાછા લેવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ વર્કિંટ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલે પાટીદાર આંદોલન દરમિયાન લોકો સામે નોંધવામાં આવેલ કેસ પાછા લેવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે જો રાજ્ય સરકાર આવુ નહિ કરે તો તે રાજ્યભરમાં મોટુ આંદોલન કરશે. હાર્દિક પટેલે કહ્યુ કે જો સરકાર આ મુદ્દે કોઈ પગલાં નહિ લેતો તે 23 માર્ચે રાજ્યભરમાં મોટુ પ્રદર્શન કરશે. નોંધનીય વાત છે કે 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો સામે ગુનાહિત કેસ નોંધવામાં આવ્યા હતા. આ લોકો પાટીદારોને અનામત આપવાની માંગ કરી રહ્યા હતા.

hardik patel

હાર્દિકે જણાવ્યુ કે ઘણા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માંગુ છે. સરકારને વિનંતી છે કે ચેતવણી જે સમજવુ હોય એ સમજે. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહિ પરંતુ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહેવા માંગુ છુ. આંદોલન માત્ર પાટીદાર સમાજનુ નહોતુ. તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ 2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યુ હતુ. કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબેને 140 કેસ પાછા ખેંચ્યા હતા.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી અને સીઆર પાટીલે વચન આપ્યા બાદ પણ કેસ પાછા ખેંચાયા નથી. પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોની રજૂઆત બાદ પણ કેસ પાછા ખેંચાયા નથી. સાંસદ રમેશ ધડૂકે પણ કેસ પાછા ખેંચવાની રજૂઆત કરી હતી. હું નેતા કે કોંગ્રેસના નેતા તરીકે નહિ પરંતુ આંદોલનકારી તરીકે કહુ છુ. આ આંદોલનમાં અસંખ્ય કેસ થયા. અમારા આંદોલનના કારણે અનેક વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. જેમાં રાજ્યના 50 હજાર યુવાનોએ 10 ટકા અનામત અને બિન અનામત આયોગના લાભ લીધા છે. ગુજરાતમાં તમામ સમાજને આંદોલનનો લાભ મળ્યો છે.

હાર્દિકે ઉમેર્યુ કે મંદિર માટે જમીન આપી કે ફાઈલ પાસ કરીને સમજાવી દેશે એમ હવે નહિ થાય. જરુર પડશે તો કોંગ્રેસના કાર્યકારી તરીકે રાજીનામુ આપીને પણ આંદોલનમાં જોડાઈશ. માત્ર પાટીદાર સમાજનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઉંઝા ઉમિયા ધામના પ્રમુખ ભાજપના ધારાસભ્ય છે. તેમને વિનંતી છે કે તેઓ સરકારને રજૂઆત કરે અને જો તેમની રજૂઆત સરકાર ના સાંભળતી હોય તો તે રાજીનામુ આપી દે. સીઆર પાટીલ પ્રો પાટીદાર પોલિટિક્સ કરવા માંગે છે. જેના પર કેસ થયા છે એ વિદેશ નતી જઈ શકતા. સરકારી નોકરી નથી મળતી. સરકારે ડરાવવા અને ધમકાવવા માટે કેસ કર્યા છે.

English summary
Hardik Patel says statewide protest on 23 march if cases against patidars are not withdrawn.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X