અમદાવાદના નરોડામાં ઈન્ડસ્ટ્રીયલ બ્લાસ્ટ, એક વ્યક્તિનું મોત
અમદાવાદ : નરોડા જીઆઈડીસી ફેસ 2 ખાતે આલ્ફા મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં શનિવારની સવારે એક ઔદ્યોગિક વિસ્ફોટમાં 55 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અમદાવાદ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, મોહબ્બતસિંહ પરમાર એલ્યુમિનિયમ પ્રેશર ડાઇ કાસ્ટિંગ મશીન ચલાવતા હતા, જેમાં હાઇડ્રોલિક ઓઇલ કમ્પોનન્ટ હોય છે, જ્યાં ફર્નિશ ઓઇલ રેડવામાં આવે છે.
અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસ (AFES)ના ઇન્ચાર્જ ચીફ ડિરેક્ટર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે, અમને શંકા છે કે, જ્યારે માણસ તેલ રેડી રહ્યો હતો, ત્યારે બાષ્પીભવન પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક થયો હતો. ત્યાં એક વિસ્ફોટ થયો અને તે વ્યક્તિનું તુરંત જ મૃત્યુ થયું હતું.
અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસ (AFES)ના ઇન્ચાર્જ ચીફ ડિરેક્ટર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે, અમને મશીનની આજુબાજુ બીડી અને માચીસની લાકડીઓ પણ મળી અને જાણ કરવામાં આવી કે તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હતો જેથી તે ઇગ્નીશનનો સંભવિત સ્ત્રોત બની શકે છે. AFES ને લગભગ 11 કલાકે કોલ મળ્યો અને સ્થળ પર એક મિની ફાયર ફાઈટર મોકલ્યું હતું.