For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ આજે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના

ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. તેઓ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે, નરેશ પટેલ કોઈ પણ પક્ષમાં જોડાયા નહોતા અને કહ્યુ હતુ કે જ્યારે તેમનો પટેલ સમાજ તેમને કહેશે ત્યારે તેઓ નિર્ણય લેશે.

naresh patel

તમને જણાવી દઈએ કે નરેશ પટેલ શ્રી ખોડલધામ ટ્ર્સ્ટના પ્રમુખ છે જે લેઉવા પટેલ સમાજ દ્વારા મા ખોડિયાર મંદિરનુ સંચાલન કરે છે. લેઉવા પટેલો મુખ્યત્વે ગુજરાતના પાટીદાર સમાજની પેટાજ્ઞાતિ છે. રાજ્યમાં પટેલ સમાજના મતો અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે અને સમાજ કેવી રીતે મત આપે છે તેના પર ઘણી બેઠકોનુ ભાવિ નિર્ભર રહે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યુ હતુ કે પાટીદારો અને નરેશ પટેલનુ પક્ષ દ્વારા અપમાન કરવામાં આવી રહ્યુ છે.

વળી, હાર્દિક પટેલે વધુમાં કહ્યુ, 'પાટીદારે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સંખ્યામાં જીતવામાં મદદ કરી હતી. હવે કોંગ્રેસ એ જ પાટીદારોનુ અને ખોડલધામ ટ્ર્સ્ટના પ્રમુખ નરેશ પટેલનુ અપમાન કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવાનુ ઘણુ સાંભળ્યુ છે, શા માટે પક્ષ નિર્ણય લેવામાં આટલો સમય લે છે? શા માટે કોંગ્રેસ નરેશ પટેલ અને પાટીદારોનુ અપમાન કરી રહી છે? શું આ નિર્ણય લેવો આટલો મુશ્કેલ છે?' તેમના નિવેદન બાદ રાજ્ય પાર્ટીના નેતાઓએ તેમને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા હતા. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા ચૂંટણી વર્ષના અંતમાં અપેક્ષિત છે.

English summary
Patidar leader Naresh Patel likely to join congress today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X