For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે વર્ષ બાદ પીએમ નરેન્દ્ર મોદી પોતાની માને મળવા પહોંચ્યા ગાંધીનગરના ઘરે, સાથે બેસીને ખાધી ખિચડી

પીએમ મોદી ગાંધીનગરમાં પોતાની માના ઘરે બે વર્ષ પછી મળવા પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીત બાદ ગુજરાતમાં રોડ શો કર્યો. પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. પીએમ મોદી આ દરમિયાન ગાંધીનગરમાં પોતાની માના ઘરે બે વર્ષ પછી મળવા પહોંચ્યા. 2 વર્ષ બાદ નરેન્દ્ર મોદી પોતાની માની મુલાકાત લેવા પહોંચ્યા.

બે વર્ષ બાદ માને મળવા પહોંચ્યા ઘરે

બે વર્ષ બાદ માને મળવા પહોંચ્યા ઘરે

કોરોના મહામાહી શરુ થયા બાદ પહેલી વાર પીએમ મોદી પોતાની માને મળવા કાલે ગાંધીનગરના ઘરે પહોંચ્યા. અહીં પગે લાગીને તેમણે આશીર્વાદ લીધા.

માએ આપ્યા આશીર્વાદ

માએ આપ્યા આશીર્વાદ

પ્રધાનમંત્રી મોદી જ્યારે મા સામે પહોંચ્યા ત્યારે તેમની મા હીરાબેન દીકરાને જોઈને ખૂબજ ખુશ થઈ ગયા. પગે લાગતા જ માએ દીકરાની પીઠ થપથવાનીને આશીર્વાદ આપ્યા.

મા સાથે પીએમ મોદીએ ખાધી ખિચડી

મા સાથે પીએમ મોદીએ ખાધી ખિચડી

નરેન્દ્ર મોદીએ મા સાથે બેસીને ખિચડી પણ ખાધી. ખિચડી ખાતી વખતે પીએમે પોતાની માની તબિયય પૂછી.

પીએમ બનવા પર માએ આપ્યા હતા 101 રૂપિયા

પીએમ બનવા પર માએ આપ્યા હતા 101 રૂપિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રતિનિધિત્વમાં ભાજપને 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળી હતી ત્યારે જ્યારે તે દિલ્લી પીએમના શપથ લેવા આવ્યા હતા ત્યારે તેમની માએ તેમને શુકનના 101 રૂપિયા આપીને વિદાય કર્યા હતા.

પીએમ મોદી દરેક બર્થડે પર માના આશીર્વાદ લેવા જાય છે ઘરે

પીએમ મોદી દરેક બર્થડે પર માના આશીર્વાદ લેવા જાય છે ઘરે

પીએમ મોદી દર વખતે પોતાના બર્થડે પર પોતાની માના આશીર્વાદ લેવા ગાંધીનગર પોતાના ઘરે જાય છે પરંતુ કોરોના મહામારીમાં તેઓ ઘણા દિવસોથી પોતાની માને મળવા જઈ શક્યા નહોતા. તેમની માની ઉંમર 98 વર્ષ છે. તેઓ ગાંધીનગરમાં એક નાના ઘરમાં રહે છે.

English summary
PM Narendra Modi reached home to meet his mother after two years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X