For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટિશ PM બોરિસ જૉનસને ગાંધી આશ્રમમાં રેટિયો કાંતતા શીખ્યો, વિઝિટર બુકમાં ગાંધીજી વિશે લખી આ વાત

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને પોતાની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન આજે ગુજરાતના પ્રવાસે છે. સવારે અમદાવાદ એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનુ સ્વાગત કર્યુ હતુ. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો પણ યોજાયો હતો.

boris johnson

ગાંધી આશ્રમ ખાતે મંત્રોચ્ચાર સાથે તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. આ દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન રેટિયો પણ કાંતવાનુ શીખ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરિસ જૉનસનને એક મીરાબહેનની આત્મકથા સાથે એક રેટિંયાની પણ ભેટ આપી હતી.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને પોતાની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો. તેમણે લખ્યુ હતુ કે, 'આ અસાધારણ માનવીના આશ્રમમાં આવવુ અને વિશ્વને વધુ સારુ બનાવવા માટે તેમણે સત્ય અને અહિંસાના આવા સરળ સિદ્ધાંતોને કેવી રીતે એકત્ર કર્યા તે સમજવુ એક બહુ મોટો લહાવો છે.'

English summary
Video: British PM learns to spin radio, writes about Gandhiji in visitor book
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X